તો આ કારણે બાર બીજના ધણી એવા રામદેવપીર પોકારણમાં પ્રગટ થતા હતા, બોલો જય રામાપીર…

રામદેવ પીરની સમાધિ રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ જ ત્યાં દર્શન માટે ઉમટી પડે છે. રામદેવ પીરના મેળામાં લોકો બહુ દુરથી ચાલતાં આવતા હોય છે અને ત્યાં નેક, બાધા વગેરે જેવા અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા રામદેવ પીર બાબા પ્રતિ વ્યક્ત કરે છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી રામદેવ નવરાત્રિને લોકો તહેવારની જેમ ઉજવતા હોય છે.

વિ.સં. ૧૪૬૧માં રામદેવપીર પોકરણમાં પ્રગટ થયા હતા અને ચોપન વર્ષની ઉંમરે વિ.સં.૧૫૧૫ની સાલ, ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા રામદેવરામાં રામાસરોવરની પાળે સમાધિ લઈને નિજધામ પધાર્યા હતા. રામદેવ પીરે પોતાની સમાધીનું સ્થળ, પોતાના કર્મસ્થળ રામદેવરા(રૂણીચા) ને જ પસંદ કર્યું. રામદેવ પીર બાબા એ અહીંયા ભાદરવા સુદ અગિયારસે વિક્રમ સંવત ૧૪૪૨માં જીવિત સમાધિ લીધી હતી.

દયાળીબાઈએ રામાપીરની સમાધિ લીધી એના બે દિવસ પહેલાં ભાદરવા સુદ-૯ના રોજ સમાધિ લીધી હતી. આ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.આ મંદિરમાં રામદેવ પીર બાબાની સમાધિ સિવાય એમનાં પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. રામદેવ પીર બાબા સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા હતા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી હતું. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.ચાલો જાણી લઈએ મંદિર આસપાસની જગ્યાઓ વિશે.

રામ સરોવર બાબા રામદેવ પીરના મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે અને ૨૫ ફૂટ ઊંડું છે જેથી કરીને વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે. લોકોનું કેહવું છે કે જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે. ભક્તોઅહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાને પવિત્ર કરે છે.

પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે.અહીંથી રામદેવ પીર બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. લોકોનું માનવું છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે

રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવ પીર નિર્મિત એક કુવો છે અને રામદેવ પીરનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને છોડનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. લોકોનું માનવું છે કે રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે રામદેવ પીર બાબાએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ રાણીસા નો કુવોનાં રૂપમાં ઓળખાવામાં આવે છે.