બોલિવૂડના કલાકારો પોતાના અભિનયની સાથે-સાથે પોતાના વૈભવી જીવન માટે પણ ચર્ચામાં રહેતા હોય છે. બોલિવૂડના કલાકારોનું જીવન સામાન્ય લોકો કરતા ઘણું સારું હોય છે. ઘણા કલાકારો તો ગરીબ પરિસ્થિતિમાંથી નીકળીને સુપરસ્ટાર બની ગયા છે.
બોલિવૂડની ફિલ્મો વિશે વાત કરીએ તો દર વર્ષે હજારો ફિલ્મો બનતી હોય છે જેમાંથી અમુક જ ફિલ્મો સુપરહિટ થાય છે. લોકોનું એવું કેહવું છે કે જે ફિલ્મ સુપરહિટ થાય એ ફિલ્મની ચર્ચા વર્ષો સુધી થાય છે. આજે આપણે એવી જ એક ફિલ્મના કલાકાર વિશે વાત કરવાની છે. જે કલાકારની વાત થઇ રહી છે તેમનું નામ છે ચતુર રામલિંગમ, નામ સાંભળતા તમને ફિલ્મ તો યાદ આવી જ ગઈ હશે. લોકોને 3 ઇડિટ્સ ફિલ્મમાં ચતુર અને તેના શ્લોકને ખુબ પસંદ કર્યા છે. શું તમને ખબર છે કે ચતુરનું સાચું નામ ઓમી વૈદ્ય છે?

આજે આપણે ઓમી વૈદ્યના જીવન વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ તમને એક વાતની જાણ કરી દઈએ કે ઓમી વૈદ્ય હાલ લગ્નજીવન જીવી રહ્યા છે અને તેની પત્નીનું નામ મીનલ છે. મીનલની સુંદરતા ઘણી વધારે સારી છે, તે દેખાવમાં ઘણી સુંદર અને વધારે હોટ પણ છે.જયારે આ બંનેની જોડી પણ સારી લાગે છે.

મીડિયા રિપોર્ટરનું કેહવું છે કે હાલ મીનલ અમેરિકામાં રહે છે. ઓમી એવું જણાવી રહ્યો છે કે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ વધારે સમય સુધી ટકતા નથી,પરંતુ તેમના સબંધો ઘણા સારા રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓમી અને મીનલના લગ્ન 2009માં થયા હતા.લગ્નના 5 વર્ષ બાદ બંને માતા-પિતા પણ બની ગયા હતા. હાલ ઓમી અને મીનલને એક દીકરો પણ છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઓમી વૈદ્યએ જણાવ્યું હતું કે તેની પત્ની મીનલ ખુબ સપોર્ટિવ છે અને જેના કારણે તેમનો સંબંધ આજના સમયમાં પણ પહેલા જેટલો જ સારો છે. ઓમી વૈદ્યનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. 3 ઇડિટ્સ ફિલ્મમાં ચતુરનું પાત્ર કર્યા પછી ઓમી વૈદ્યને આખી દુનિયાના લોકો ઓળખતા થઈ ગયા હતા. 3 ઇડિટ્સમાં કામ કર્યા પછી ઓમી વૈદ્ય એક જાણીતા અભિનેતા બની ગયા હતા. એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ પોતાના અભિનયનો જાદુ ફિલ્મો ઉપરાંત ઘણી ટીવી સિરિયલોમાં પણ બતાવ્યો છે. તો મિત્રો આશા રાખું છું તમને આ લેખ પસંદ પડ્યો હશે આવાજ અન્ય લેખ માટે અમારા પેજને લાઈક જરૂર કરતા જજો.