આ મંદિરમાં માં ની પૂજા કરવા માટે સમગ્ર પરિવાર સાથે જંગલથી આવે છે રિંછ

એ કહેવું ખોટું હશે કે ફક્ત માણસની અંદર જ ભક્તિ ભાવના હોય છે, જાનવરોની અંદર ભક્તિ નથી હોતી. એ ઘણીવાર જોવામાં આવે છે કે ઘણા પાલતૂ જનાવર હોય છે જે કોક કોક દિવસ ખાવાનું જ નથી ખાતા. જેમ માણસ ઉપવાસ રાખે છે એ જ રીતે એ પણ ઉપવાસ કરે છે. ભગવાન શંકરોના મંદિરોમાં ઘણીવાર સાંપ જોઈ શકાય છે , એ પણ ભગવાન શંકરની ભક્તિને લીધે ત્યાં હોય છે. સમયે સમયે એવા ઘણા ઉદાહરણ જોવા મળી જાય છે જે એ સાબિત કરે છે કે જાનવરોમાં પણ ભક્તિ ભાવના હોય છે.આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છે. માતા ચંડીનું મંદિર, એક એવી જ જગ્યા છે જ્યાં રિંછ પોતાના સમગ્ર પરિવાર સાથે પૂજા કરવા માટે આવે છે અને મંદિરથી પ્રસાદ લઈને ચુપચાપ ચાલ્યા જાય છે.

માતા ચંડીનું મંદિરમાતા ચંડીનું આ મંદિર છત્તીસગઢમાં મહાસમુંદ જીલ્લાના બાગબહરાથી ૫ કિલોમીટર દૂર જંગલમાં આવેલ છે. આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. નવરાત્રીના સમયે અહિયાં ઘણી ભીડ હોય છે. આ ભીડમાં શામેલ થાય છે એક રીંછનો પરિવાર. રિંછ પોતાના સમગ્ર પરિવાર સાથે માં ચંડીના દર્શન કરવા માટે આવે છે.રિંછના પરિવારના મુખીયા મંદિરના મુખ્ય દ્વાર પર જ રોકાય છે અને બાકીનો આખો પરિવાર મંદિરની અંદર પૂજા કરવા માટે જાય છે. મંદિરમાં બધા રિંછ પરિક્રમા કરે છે અને શાંતિથી પ્રસાદ લઈને બહાર આવી જાય છે.રીંછના આ ટોળામાં એક નર, એક માદા અને એનું એક બાળક છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ રિંછ ઘણા સમયથી અહીયા આવી રહ્યા છે અને શાંતિથી પૂજા કરીને પ્રસાદ લઈને ચાલ્યા જાય છે. લોકો આસ્થાથી એ રિંછને પ્રસાદ અને કેટલીક વસ્તુ ખવડાવે છે. નવાઈની વાત એ છે કે રીંછના આ પરિવારે હજી સુધી કોઈને નુકસાન નથી પહોંચાડ્યું.
લોકોનું કહેવું છે કે જંગલના આ મંદિરમાં દેવી માં ની મૂર્તિ સ્વયમ જ પ્રકટ થઇ હતી.આ મંદિર લગભગ ૧૫૦ વર્ષ જુનું છે અને આજે પણ એ લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આસપાસના લોકોનું કહેવું છે કે જંગલના રિંછ પર માં ની કૃપા છે. આજના સમયમાં એવી કોઈ પણ ઘટના વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરી દે છે.