ચાણક્ય નીતિ: જો તમારામાં પણ આ ગુણો હોય તો તમે પણ બની શકો છો એક સફળ નેતૃત્વકર્તા એટલેકે એક શ્રેષ્ઠ આગેવાન…

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ અને કૂટનીતિ કુશળતાથી ચંદ્રગુપ્ત મોર્યને એક સારા શાશક બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. તે ચંદ્રગુપ્તના મહામંત્રી હતા. તેને કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્તના નામે પણ ઓળખવામાં આવે છે. તે એક શ્રેષ્ઠ વિદ્વાન હોવા સાથે એક સારા શિક્ષક પણ હતા. તેમણે અનેક શસ્ત્રો લખ્યા છે તેમાંનું એક નીતિ શાસ્ત્ર ખુબ જ પ્રખ્યાત છે. તેમણે પોતાના નીતિ શાસ્ત્રમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ બાબતો વિષે લખ્યું છે. નીતિ શાસ્ત્રમાં એક સફળ લીડર બનવા માટે કેટલીક બાબતો વિશે જણાવામાં આવ્યું છે. તેમના મુજ જેમનામાં આ ગુણો હોય છે તે એક સફળ લીડર બની શકે છે.

સતત શીખવા માટે તૈયાર

ચાણક્યના જણાવ્યા પ્રમાણે એક સફળ નેતૃત્વ કરતા તે વ્યક્તિ જ બને છે કે જે કઈ પણ શીખવામાં સંકોચ ન કરે. મનુષ્યએ હંમેશા જ કંઈકને કંઈક શીખતાં રેહવું જોઈએ. જીવનમાં આગળ વધવા માટે વ્યક્તિએ હંમેશા શીખતાં રહેવું ખુબ જ જરૂરી છે. ચાણક્ય મુજબ જો વ્યકતિને પોતાના શત્રુ પાસેથી પણ શીખવા મળે તો શીખી લેવું જોઈએ.

ડાર્કને સાથે લઈને ચાલનાર

ચાણક્ય મુક્બ જે વ્યક્તિમાં દરેકને સાથે લઈને ચાલવાનો ગુણ હોય તે વ્યક્તિ એક સફળ નેતૃત્વ કર્તા બની શકે છે. કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે લોકોનો ટેકો હોવો ખુબ જ જરૂરી છે. એટલા માટે દરેકને સાથે લઈને ચાલવું જોઈએ.

સમયનો સદુપયોગ

એક સારો અને સફળ નેતૃત્વકર્તા બનવા માટે વ્યક્તિમાં સમય પ્રબંધનને લઈને સારી સમજણ અને જાગૃકતા હોવી ખુબ જ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સમયનું મહત્વ સમજતો હોય અને તેનો સદુપતોગ કરતો હોય તેવો વ્યકતિ જ સફળ નેતૃત્વકર્તા બની શકે છે.

જો તમારા પણ આ સારા ગુનો હોય તો નીચે કોમેન્ટમાં ‘હા હું પણ સફળ નેતૃત્વકર્તા’ જરૂરથી લખજો આભાર!