શું વાત કરો છો! અહી ચાલતા ચાલતા સૂઇ જાય છે લોકો પછી ક્યારે ઉઠે તે નક્કી નહી, જાણો કેમ

માણસને થાક લાગે એટલે તેને સરસ ઉંઘ આવે અને ઉઠે ત્યારે તેને ફ્રેશ લાગે. જે બાદ મહેનત કરે તો તેને સારી ઉંઘ આવે છે પરંતુ એક ગામ એવુ છે જ્યાં ચાલતા ચાલતા લોકો સૂઇ જાય છે અને પછી ક્યારે ઉઠે તેનુ નક્કી હોતુ નથી.

કઝાકીસ્તાનના કાલાચી ગામમાં આવી વિચિત્ર ઘટના બને છે, ત્યાં રસ્તે ચાલતા લોકો સૂઇ જાય છે.

રહસ્યમય રોગકઝાકિસ્તાનના આ ગામના લોકોમાં એક અજીબ રોગ છે જેમાં લોકો ગમે ત્યારે ગમે તે જગ્યાએ સૂઇ જાય છે. જે બાદ તે ક્યારે ઉઠશે તે કોઇને ખબર હોતી નથી. કેટલાક લોકો અઠવાડીયા સુધી સૂતા જ રહે છે અને અચાનક ઉભા થાય છે.

વૈજ્ઞાનિકો અચંબિતઆ પ્રકારનું ગામ સાંભળીને વૈજ્ઞાનિકો અચરજ પામી ગયા હતા અને તેમણે પણ રિસર્ચ કરવા માટે ત્યા જવાનુ નક્કી કર્યુ પરંતુ 810 લોકોના વસ્તીવાળા આ ગામમાં 200 લોકો આ રોગથી પીડિત છે તે તો જાણવા મળ્યુ પરંતુ કેવી રીતે તે અત્યાર સુધી ખબર પડી નથી.

આ કારણ હોઇ શકેઆ પ્રકારની ઘટનાથી અચરજ પામેલા સાઇન્ટીસ્ટે જ્યારે તપાસ કરી તો બહાર આવ્યું કે આ ક્ષેત્રમાં બંધ યુરેનિયમની ખાણમાંથી કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો બહાર આવી રહ્યો છે ઇને તે લોકોમાં આ પ્રકારની સમસ્યા ઉભી કરે છે પરંતુ આ 100 ટકા સત્ય છે કે નહી તે હજુ પણ કહી શકાય નહી.આ ગામના લોકો આવી ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે અને તેના કારણે જ પરિવારના લોકો પણ ચિંતામાં છે. આ ગામના લોકોને પણ ખબર છે કે રસ્તામાં રહેલા આ લોકો એકવાર સૂઇ જાય તો ફરીથી ઉઠશે નહી માટે તે લોકો પણ આ સમસ્યાને નોર્મલ ગણે છે.

કહેવાય છે કે અહીના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતુ નથી જેના કારણે તે લોકો આ પ્રકારની બીમારીથી પિડાય છે.