શું તમે તમારી કારમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરો છો? તો આ લેખ આખો ધ્યાનથી વાંચો કારણ કે આ રીતે કારમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી તમારી કારમાં લાગી શકે છે આગ. આ ઘટનાથી બચવામાં માટે આ લેખને ધ્યાનપૂર્વક વાંચો અને આ લેખમાં આપેલી સૂચનાઓનું પાલન કરો. તો ચાલો જોઈએ.
આ કોરોના કાળમાં કોરોના વાયરસથી બચવા માટે લોકો વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે અને ધીમે-ધીમે સેનેટાઇઝરથી હાથ સાફ કરવાની માણસોની આદત બની ગઈ છે, જેના કારણે માણસ હવે ઘરની સાથે કારમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. જયારે કોઈ અન્ય માણસ ગાડીમાં આવે એટલે તરત હાથ સેનિટાઇઝ કરી શકાય.
પણ શું તમને ખબર છે કે આ તમારા માટે જાનલેવા સાબિત થઈ શકે છે? ખાસ કરીને ઉનાળાના સમયમાં કારમાં સેનેટાઇઝર રાખવું અત્યંત ઘાતક સાબિત થાય છે. આવી જ એક ઘટના અમેરિકામાં બની હતી. તો જોઈએ કે શું હતી એ ઘટના અને આ ઘટના પાછળનું કારણ શું હતું.
ઘટનામાં એક ગાડીને આગ લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલું સ્મોકિંગ હતું. ડ્રાઈવરે સ્મોકિંગ કરતા પહેલા હાથ સેનેટાઇઝરથી સેનેટાઈઝ કર્યા હતા. તો એવી કઈ વસ્તુ છે જેનાથી કારમાં રાખેલ સેનેટાઇઝરથી આગ લાગે નહિ, ચાલો જોઈએ.
શું સેનિટાઈઝર આગ પકડી શકે છે?
આ સવાલનો જવાબ છે હા, કારણ કે હેન્ડ સેનેટાઇઝરમાં 90% આલ્કોહોલ હોય છે. આ આલ્કોહોલ માત્રા કંપની પર આધારિત છે, અમુક કંપની 70-80% આલ્કોહોલ સેનેટાઇઝર પણ બનાવે છે. સેનેટાઇઝરમાં રહેલ ઇથાઇલ આલ્કોહોલ જેનાથી જાતે જ આગ લાગવાની સ્થિતિ ઉભી થાય છે જયારે તાપમાન 363 ડિગ્રી સેલ્સિયસ થઇ જાય.
ગાડીમાં આગ લાગવાની આશંકા કેટલી છે?
જાણકારો આ વિશે જણાવે છે કે આગ લાગવાની આકાંશા 100% છે. સેનેટાઇઝરને ખુલ્લું રાખવાથી આગ લાગી શકે છે, એટલા માટે સેનેટાઇઝરને ક્યારે ખુલ રાખવું નહિ. જ્યારે કારમાં રહેલી સેનેટાઇઝરની બોટલ ખુલી હોય ત્યારે આ ઘટનાની સંભાવના વધી જાય છે. જયારે તાપમાન વધારે હોય, એવા સમયમાં જો સેનેટાઇઝરની બોટલ ખુલી હોય અથવા ઢાકાનું ઢીલું હોય તો કારમાં આગ લાગી શકે છે.
આ પણ ધ્યાન રાખો
હાથને સેનેટાઇઝરથી સાફ કર્યા બાદ બને ત્યાં સુધી આગથી દૂર રેહવું. હાથ સેનેટાઇઝ કર્યા પછી ગાડીની ચાવી પણ તરત એન્જિનમાં લગાવશો નહિ. ઓછામાં ઓછી દસ સેકન્ડ સુધી કોઈપણ વસ્તુને અડસો નહિ, જ્યાં સુધી સેનેટાઇઝર સુકાઈ જાય નહિ ત્યાં સુધી. ઘરમાં પોતાની માતાને પણ કહો કે હાથ સેનેટાઇઝ કર્યા બાદ તરત ગેસનો ચૂલો ચાલુ કરે નહિ.