દરેક સ્ત્રી આવો જ પતિ ઇચ્છશે, પત્નીના નિધન બાદ બનાવી દીધી મૂર્તિ રોજ કરે છે પૂજા

પ્રેમને સાબિત કરવા માટે ગમે તેવી પરીક્ષા હોય નાની પડે, તેવામાં તામિળનાડુના એત બિઝનેસમેને પોતાની પત્નીની યાદમાં તેની મૂર્તિ બનાવડાવી દીધી છે.

વ્યાપારીનું નામ સેતુરામણ છે જે મદુરાઇમાં રહે છે અને થોડા દિવસો પહેલા તેની પત્ની પિછઇમનિમ્મલનુ નિધન થયુ હતુ. જેનાથી સેતુરામન ખુબ દુઃખી થઇ ગયો હતો. નિધનના એક મહિના બાદ તેણે પોતાની પત્નીનું સ્ટેચ્યુ બનાવડાવી દીધુ હતુ. સમગ્ર વિધિ વિધાનથી ઘરે લાવ્યો પત્ની.

કર્ણાટકના વ્યક્તિથી મળી પ્રેરણાઆજ સુધી તમે પ્રેમીઓની પહાડથી લઇ કુવા ખોદવા સુધીની વાતો સાંભળી હશે. પણ શું ક્યારેય પ્રેમમાં પ્રેમમાં પત્નીનું મંદિર બનાવ્યું એવી કિસ્સો સાંભળ્યો ? પરંતુ કર્ણાટકમાં ઘણા લોકો આ નહીં કહી શકે કારણ કે તેઓએ આ મંદિર જોયું છે.

આ મંદિર પત્ની પ્રેમની બાબત ઉદાહરણના રૂપમાં છે અહીંયા એક ખેડૂત મંદિર બાંધ્યું છે અને તેણે મંદિરમાં પોતાની પત્નીની મૂર્તિની સ્થાપના કરી છે.

પત્ની પ્રેમનું પ્રતીકકર્ણાટકના યેલદુર જિલ્લાના કૃષ્ણપુર ગામમાં રહેતા ખેડૂત રાજુસ્વામી ખુબ જ ચર્ચામાં છે. રાજુસ્વામીએ અહીં તેની પત્ની માટે એક મંદિર બનાવ્યું છે. આ મંદિર તેમના અને તેમની પત્નીના પ્રેમનું પ્રતીક છે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ પણ તેની પત્નીની છે.

રાજુ લગભગ દર 12 વર્ષથી અહીંયા દરરોજ પૂજા કરવા માટે આવે છે લોકો હવે રાજુસ્વામીને પત્ની પ્રેમના ઉદાહરણો આપી રહ્યા છે.

ભવિષ્યવાણી સાચી પડતી હતીરાજુસ્વામીનું કહેવું છે કે તે પોતાની બહેનની દીકરી સાથે લગ્ન કરવા માંગતા હતા તે તેને ખુબ જ પ્રેમ કરતા હતો પરંતુ ઘર પરિવાર અને સમાજના રીત રિવાજ મુજબ તે શક્ય ન હતું

જો કે આ સંબંધ વિશે તેમની બહેન અને બનેવીને કોઈ સમસ્યા ન હતી. તેથી તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા. તેની પત્ની પૂજા પાઠ કરતી હતી અને તે તે ભવિષ્યવાણી કરતી તે દરેક વખતે સાચી પડતી હતી.

મંદિરમાં પત્નીની મૂર્તિલગ્ન પછી પતિ-પત્ની બંને એક સુખી જીવન જીવતા હતા. તેમની પત્ની વારંવાર ગામમાં મંદિર બાંધવાની વાત કરતી હતી. 2006માં મંદિરનું બાંધકામ પણ શરૂ થયું અને એક દિવસ અચાનક તેણે તેના મૃત્યુની ભવિષ્યવાણી કરી દીધી હતી.

ત્યારબાદ મંદિર પૂર્ણ થયું તે પહેલાં તેનું મૃત્યુ થઇ ગયું. આ પછી રાજુએ આ મંદિરમાં દેવી-દેવતાઓ સિવાય એક તેની પત્નીની મૂર્તિની પણ સ્થાપના કરી જ્યાં તેની પૂજા પણ કરવામાં આવે છે હવે લોકો તેને પ્રેમના મંદિર તરીકે ઓળખે છે.