હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયના શુકન મળે તો દિવસ સારો જાય છે તેવું પણ માનવામાં આવે છે. ગાય લોકોનું જીવન ચલાવવામાં પણ મદદરૂપ થાય છે પરંતુ આ સ્ટોરી સાંભળીને તમે પણ ચોંકી જશો.
વિજય પરસાણા નામનો આ વ્યક્તિ પોતાના મોટા ઘરમાં 11 ગાયોને સાચવે છે. ગૌસેવા યજ્ઞ જોયા બાદ તેણે આ પ્રકારનો નિર્ણય લીધો હતો. અમદાવાદની નજીક આવેલ મણિપુર ગામની પાછચળ ગાયો માટે બંગલો બનાવવામાં આવ્યો છે. ગાય માટે બેડરૂમ પણ છે અને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ફાર્મહાઉસમાં ગાય અને તેના વાછરડા ખુબ આરામથી રહે છે અને ડ્રોઇંગરૂમમાં ગાયો લપસી ન પડે તેના કારણે ટાઇલ્સો પણ કઢાવી નાંખવામાં આવી છે. મચ્છર હેરાન ન કરે તેના માટે પણ પૂરતી સુવિધાઓ રાખવામાં આવી છે. વાછરડાઓને પણ VIP તરીકે રાખવામાં આવે છે.

વિજયે આ ગાયોની દેખરેખ માટે લોકો પણ હાયર કર્યા છે. પાણી પીવા માટે હવાડો અને પંખા તેમજ બારીઓ રાખવામાં આવી છે. ગાયોને નવડાવી અને કારમાં ફેરવે છે. તેમજ ફ્રુટ્સ ખવડાવે છે. ગાયોને શણગારે છે, શણગારમાં તેમને સાડી અને દુપટ્ટા પહેરાવવામાં આવે છે. ગીર ગાયના લગ્ન પણ કરાવ્યા હતા.

પૂનમ નામની ગાયને ભાવનગરના અર્જુન નામના બળદ સાથે લગ્ન કરાવ્યા હતા. ગાયને સાડી તેમજ ગોલ્ડ જ્વેલરી પહેરાવવામાં આવી હતી. આ લગ્ન બાદ વિજય પરસાણા ન્યૂઝમાં પણ ચમક્યા હતા.
