લગ્ન પહેલા જિમમાં ઘુસી ગઈ દુલ્હન, પછી જે કર્યું જોઇને વિશ્વાસ નહિ કરી શકો તમે

દુલ્હા અને દુલ્હનનો એક વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. એ વિડીયોમાં દુલ્હન લગ્ન પહેલા જ જિમમાં પહોંચી ગઈ, પછી જે દુલ્હને હિંમત દેખાડી એ જોઇને લોકોને પરસેવો છૂટી ગયો. લોકો આ વિડીયો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઈન્ટરનેટ પર અત્યારે લગ્નના એવા એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જે જોયા પછી તમે હેરાન રહી જશો કે આવી લગ્ન તો પહેલા ક્યારેય નથી જોયા. લગ્નનો વિડીયો દરેકના જીવનમાં મહત્વની ક્ષણ હોય છે અને એ ક્ષણને યાદગાર બનાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવે છે. એના માટે દુલ્હા અને દુલ્હન કાઈ ને કઈ અલગ કરવાનો પ્લાન બનાવતા હોય છે. હાલમાં દુલ્હનનો એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, એમાં નવી નવેલી દુલ્હન લગ્નની થોડી વાર પહેલા જ કસરત કરતી (બ્રાઇડ ઇન જીમ) દેખાઈ રહી છે.


લગ્ન પહેલા દુલ્હને જિમમાં વહાવ્યો પરસેવો

એવું કહેવાય છે કે સામાન્ય રીતે દુલ્હનને કપડા, ઘરેણા અને મેકઅપનો ખૂબ જ શોખ હોય છે. જોકે, અત્યારે તો લગ્નમાં પ્રી વેડિંગ ફોટોશૂટનો જોરદાર ક્રેજ જોવા મળી રહ્યો છે. દુલ્હન પોત પોતાની રીતે ફોટોશૂટ કરાવે છે, પરંતુ વાયરલ થઇ રહેલ એક વિડીયોમાં દુલ્હને એવી (સ્વેગ) સ્ટાઈલ દેખાડી કે એ જોયા પછી તમારા હોશ ઉડી જશે. એક દુલ્હન પોતાના લગ્નની થોડી વાર પહેલા જ પોતાની બોડી બનાવતા જોવા મળી. લગ્ન પહેલા એક દુલ્હન સીધી જિમમાં પહોંચી. ત્યાં એ કસરત કરતી દેખાઈ. સાડી, ઘરેણા પહેરીને દુલ્હને જિમમાં પરસેવો વહાવવાનું શરુ કરી દીધું.


IPS અધિકારીએ ટ્વીટર પર શેર કર્યો વિડીયો

IPS અધિકારી રૂપિન શર્મા એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. એમની પોસ્ટ મુજબ, આ વિડીયો પ્રી વેડિંગ શૂટનો છે. એમણે આ વિડીયો માટે જોરદાર લખાણ પણ આપ્યું,’પ્રી વેડિંગ શૂટ, આજે રહસ્ય ખૂલ્યું હિમ્મતનું.’ વિડીયો જોયા પછી નેટીજન્સની મજેદાર પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક નેટીજને તો આ દુલ્હનના જોરદાર વખાણ કર્યા.