આ અભિનેત્રીઓ બનાવી લીધા છે ૬ પેક એબ્સ, ફિટનેસમાં હીરોને પણ આપે છે ટક્કર

આજકાલના સમયમાં સૌ કોઈ ફિટ બોડી અને સિક્સ પેક એબ્સ ઈચ્છે છે. દિવસે દિવસે એનો ક્રેજ વધતો જઈ રહ્યો છે. જો આપણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા છે જેના સિક્સ પેક એબ્સ છે. દર્શક આ અભિનેતાઓની દમદાર બોડી અને સિક્સ પેક એબ્સ જોઇને ખૂબ જ પ્રભાવિત થઇ જાય છે. આ અભિનેતા દિવસ રાત સખ્ત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને પોતાના ૬ પેક એબ્સ બધાનું દિલ જીતી લે છે.

પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓમાં જ ફિટનેસનું જુનૂન જોવા મળે છે એવું નથી , બોલીવુડની કેટલીક એવી હસીનાઓ પણ છે જે પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે.એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ૬ પેક એબ્સ બનાવ્યા છે અને ફિટનેસમાં એ અભિનેતાઓને પણ ટક્કર આપે છે.તો ચાલો જાણીએ, આખરે કઈ અભિનેત્રીઓએ ૬ પેક એબ્સ બનાવ્યા છે.

દિશા પાટની



બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહૂર અદાકારા દિશા પાટની પોતાના ઉત્તમ અભિનય માટે ઓળખાય છે. એમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દિશા પોતાના ઉત્તમ અભિનયની સાથે સાથે પોતાની ખૂબસૂરતીથી પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તમને જણાવી દઈએ કે દિશા પાટનીને ફિટનેસ ક્વીનથી પણ ઓળખવામાં આવે છે. એ પોતાની હોટ એન્ડ ફિટ બોડીને લીધે હંમેશા છવાયેલી રહે છે અને લોકો એના વખાણ કરતા નથી થાકતા. એ પોતાને ફિટ રાખવા માટે જીંમાં કલાકારો મહેનત કરે છે. એ જિમમાં કલાકો પરસેવો વહાવે છે એનું પરિણામ છે કે અભિનેત્રીએ સિક્સ પેક એબ્સ બનાવી લીધા છે. જેવું તમે ફોટામાં જોઈ શકો છો.

કેટરીના કૈફ



બોલીવુડની મશહૂર અદાકારા કેટરીના કૈફ સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને એ પોતાના એકસરસાઈઝ કરતા ફોટા પણ ફેંસ સાથે શેર કરતી રહે છે. ફોટામાં જોઈ શકાય છે કે એ પોતાને ફિટ રાખવા માટે કેટલી મહેનત કરે છે. કેટરીના કૈફ એ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ સિક્સ પેક એબ્સવાળા ફોટા શેર કર્યા છે, જે જોઈ ફેંસ આશ્ચર્યચકિત થઇ ગયા.

પરીણીતી ચોપડા



બોલીવુડની અભિનેત્રી પરીણીતી ચોપડા એ જયારે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો તો એ સમયે એમનું વજન ઘણું વધારે હતું, પરંતુ જયારે અભિનેતા વરુણ ધવન સાથે ‘જાનેમન આહ’ ગીતમાં જોવા મળી તો એનું પરિવર્તન જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા. એટલું જ નહીં, નાઈકે દરમિયાન એનું ફોટોશૂટ જોઇને લોકો વિચારમાં પડી ગયા હતા. પરીણીતી ચોપડા પોતાના સિક્સ પેક એબ્સને લીધે ચર્ચામાં છવાયેલી રહે છે.

જૈક્લીન ફર્નાડીસ



બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી અને પૂર્વ મિસ શ્રીલંકા જૈક્લીન ફર્નાડીસની ખૂબસૂરતી અને સ્ટાઈલના દુનિયાભરમાં લાખો કરોડો દીવાના છે. જૈક્લીન ફર્નાડીસ પોતાની સ્ટાઈલ અને ફિટનેસ માટે જાણીતી છે. જૈક્લીન પોતાને ફીટ રાખવા માટે રોજ નિયમિત કસરત કરે છે અને એ યોગા સાથે સાથે સારું ડાયેટ પણ લે છે. જેવું કે તમે એના ફોટામાં જોઈ શકો છો, કે જેમાં એ ખૂબજ હોટ અને સેક્સી દેખાઈ રહી છે. અભિનેત્રીના વાશબોર્ડ એબ્સ જોઇને કોઈ પણ એના દીવાના થઇ શકે છે.

કૃષ્ણા શ્રોફ



કૃષ્ણા શ્રોફ બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન છે. કૃષ્ણા શ્રોફ સોશ્યલ મીડિયાથી દૂર રહે છે, પણ એમની લોકપ્રિયતા પોતાના ભાઈથી ઓછી નથી. ઘણીવાર એ પોતાના બિકીનીવાળા ફોટાને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. કૃષ્ણા શ્રોફ પોતાની ફિટનેસનું ખૂબજ ધ્યાન રાખે છે અને એ પોતાના ભાઈ ટાઈગર શ્રોફ સાથે ઘણીવાર કસરત કરતા દેખાઈ ચુકી છે. કૃષ્ણા શ્રોફ એ પોતાના સિક્સ પેક એબ્સવાળો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

શ્વેતા તિવારી



શ્વેતા તિવારી ભારતીય ટીવી જગતની મશહૂર અદાકારા છે. એમની ઉંમર ૪૦ વર્ષની થઇ ગઈ છે પરંતુ આ ઉંમરે પણ એ ખૂબ જ ખૂબસૂરત દેખાય છે. શ્વેતા તિવારીએ પોતાની ઉત્તમ એક્ટિંગથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં સારું નામ કમાયું છે. એ સિવાય અત્યારે શ્વેતા તિવારી પોતાના સિક્સ પેક એબ્સથી લોકોનું દિલ જીતી રહી છે.

મંદિરા બેદી



અભિનેત્રી મંદિરા બેદી પણ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. ૪૯ વર્ષની ઉંમરમાં પણ મંદિરા ખૂબ જ ફીટ દેખાય છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોશ્યલ મીડિયા પર વધારે સક્રિય રહે છે અને એ પોતાની ફીટ બોડી દેખાડતી ઘણીવાર જોવા મળે છે, જેમાં એમના સિક્સ પેક એબ્સ સાફ દેખી શકાય છે.