રાની મુખર્જીની ફિલ્મમાં તેના બાળપણનું પાત્ર ભજવનાર આ બાળકી હવે થઇ ચુકી છે યુવાન, જુઓ લેટેસ્ટ તસવીરો…

સંજય લીલા ભંસાલી બોલિવૂડના દિગજ્જ ડિરેક્ટરો માંથી એક ડિરેક્ટર છે. સંજય લીલા ભંસાલીએ અત્યાર સુધી એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. વર્ષ 2005 માં સંજય લીલા ભંસાલીએ એક ‘બ્લેક’ નામની ફ્લિમ બનાવી હતી, જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની એકટિંગ લાજવાબ હતી. આ ફિલ્મથી અમિતાભ બચ્ચનને એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો.



‘બ્લેક’ ફિલ્મમાં આ બનેની સાથે એક બીજું કિરદાર પણ હતું. જેને આ ફિલ્મમાં બધા દર્શકોને પોતાની તરફ આકર્ષિત કાર્ય હતા. રાની મુખર્જીના નાનપણનું કિરદાર આયશા કપૂરએ નિભાવ્યું હતું. આયશા કપૂરએ પોતાની એકટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. એ સમય પર આયશા કપૂર માત્ર 11 વર્ષની હતી અને એ સમયમાં આયશા કપૂરએ અમિતાભ બચ્ચનને ટક્કર આપી હતી. આયશા કપૂરને બ્લેક ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. હાલના સમયમાં આયશા કપૂર મોટી થઈ ગઈ છે અને બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કરવા માટે તૈયાર થઈ ગઈ છે.





આયશા કપૂરએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રજ્યુએશન પૂરું કર્યું છે. આયશાની માં એક જર્મન નાગરિક છે અને તેના પિતા એક મોટા બિઝનેસમેન છે. આયશાને એક સગો ભાઈ છે જેનું નામ મિલન છે અને બે સોતેલા ભાઈ છે જેનું નામ આકાશ અને વિકાશ છે. તમને જણાવી દઈએ કે બ્લેક ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને આયશા કપૂર બનેનું ઑડિશન થયું હતુ, પરંતુ ફિલ્મમાં આયશાને લેવામાં આવી હતી.



વર્ષ 2009 માં રિલીઝ થયેલી સિકંદર ફિલ્મમાં છેલ્લી વાર આયશા કપૂર નજર આવી હતી ત્યાર બાદ આયશા કપૂર બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આયશા કપૂરને શેખર કપૂરે પોતાની ફિલ્મ ‘પાની’ મા લીડ એક્ટર માટે પસંદ કરી હતી. આ ફિલ્મમાં આયશા કપૂર સુશાંત સિંહ રાજપૂતની અપોઝિટ નજર આવાની હતી.





આયશા કપૂર એક બિઝનેસ વુમન હોવાની સાથે એક લેખક પણ છે. આયશા કપૂર બ્લોગ પણ લખે છે અને તેના ફોલવર્સ પણ ખુબ વધારે છે. હાલના સમયમાં આયશા તેની માંની સાથે એક જ્વેલરી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આયશા સોશ્યિલ મીડિયા ખુબ એકટીવ રહે છે. આયશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટા અને વિડિઓ શેર કરતી હોય છે. મીડિયા રિપોર્ટરની જાણકારી અનુસાર હાલના સમયમાં આયશા કપૂર આદમ ઓબરોયને ડેટ કરી રહી છે. આયશા આદમ ઓબરોય સાથેના ફોટાઓ પણ સોશ્યિલ મીડિયા પર શેર કરી રહી છે.