કાળા ગાજરના છે અઢળક ફાયદા, એકવાર ખાશો તો આજીવન બીમારીઓથી દૂર રહેશો

શું તમે કાળા રંગનું ગાજર જોયું છે? અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે. ઠંડીની સિઝન આવી ગઈ છે અને બજારમાં અનેક શાકભાજી મળવાં લાગ્યાં છે. જેમાં ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે. ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ અલગ જ હોય છે. સલાડમાં ગાજરનો ઉપયોગ થાય છે સાથે તેનો હલવો અને અથાણું પણ બને છે. આ તો થઈ લાલ ગાજરની વાત. પરંતુ શું તમે કાળા રંગનું ગાજર જોયું છે? જી હા, કાળા રંગનું ગાજર આવે છે અને તે આપણા દેશમાં મળે છે. અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે.

કાળું ગાજર એક ખાસ પ્રકારનું ગાજર છે. તે ચીન અને ભારતમાં સૌથી વધુ મળે છે. કાળા ગાજર, જેને દેશી ગાજર પણ કહેવામાં આવે છે. તે તમામ રંગનાં ગાજર કરતાં વધારે પૌષ્ટિક હોય છે. તેમાં ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિની-બી જેવા પૌષ્ટિક ગુણો હોય છે. જે ઈમ્યુનિટી વધારવા માટે મદદ કરે છે.


આવી રીતે કરો ઉપયોગ

કાળા ગાજરનો સ્વાદ અન્ય ગાજર કરતાં અલગ હોય છે. તે વધુ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. બહારથી કાળા રંગનુ આ ગાજરનો વચ્ચેથી સોફ્ટ હોય છે. અવધમાં ખાસ કરીને કાળા ગાજરનું મોટા પાયે ઉત્પાદન થાય છે. કેટલીક જગ્યાએ આ ગાજરનો હલવો પણ મળે છે. સામાન્ય ગાજરના હલવાની જેમ જ તેનો હલવો બનાવી શકાય છે.

ગુણોનો છે ભંડાર

કાળા ગાજર અનેક ગુણો ધરાવે છે. જો તેને ડાયેટમાં સામેલ કરવામાં આવે તો તમને શરીરને ફિટ રાખવામાં મદદ મળશે. સાથે જ તમારી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાનું પણ સમાધાન આવી શકે છે.


આ રોગમાં કરાવશે ફાયદો

કાળું ગાજર એક એવું શાકભાજી છે, જેમાં કેલેરી ઓછી હોય છે. જેના કારણે વજન ઓછું કરાવવામાં ફાયદો થાય છે. સાથે જ રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, તેના એન્ટી ઓક્સિડન્ટમાં કેન્સરથી લડવાના ગુણો હોય છે. આર્થરાઈટિસના દર્દ અને હાર્ટની સમસ્યા માટે પણ તેની ઉપયોગ થઈ શકે છે. કાળા ગાજરનો જ્યૂસ પીવાથી ફેટી લિવર, હાઈ બ્લડ સુગર, હાઈ બીપી અને હાર્ટની માંસપેશીઓમાં જકડાવાની સમસ્યાને દૂર કરી શકાય છે.