કોરોનાના કારણે પિતાએ ગુમાવી નોકરી, દીકરી હવે ફૂડ ડિલિવરી કરીને ચલાવે છે પરિવારનું ગુજરાન…

કોરોના વાયરસના કારણ દેશભરમાં બધા લોકો ખુબ પરેશાન થઈ ગયા છે. કોરોના કાળમાં લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને 2 સમયની રોટલીનો બંદોબસ્ત કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ઘણા બધા પરિવાર પર આર્થિક સંકટ મંડરાય રહ્યો છે. કોરોના મહામારીએ લોકોનું જીવન એકદમ અસ્તવસ્ત કરી દીધું છે. નોકરી કરવાવાળા લોકોની નોકરી છૂટી ગઈ હતી જેના કારણ પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું.



કોરોના મહામારીમાં એવી ઘણી ખબરો સાંભળવા મળી રહી છે કે જે સાંભળીને મન દુઃખી થઈ જાય છે પણ થોડી એવી પણ ખરાબો સાંભળવા મળી રહી છે જે સાંભળીને માણસ તારીફ કર્યા વગર રહી નહિ શકે. આજે આ લેખના માધ્યમથી એક એવી છોકરીની કહાની જોવાની છે જેનો હોસલો જોઈને તમે એને સલામ કરશો. આ છોકરીના પિતાની કોરોના મહામારીના કારણે નોકરી છૂટી ગઈ હતી જેના કારણે છોકરીએ ફૂડ ડિલિવરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું.

આ છોકરીનું નામ છે વિષ્ણુપ્રિયા. આ છોકરી ઓડિસાના કટક જિલ્લાની રહેવાસી છે. વિષ્ણુપ્રિયાની ઉમર ખાલી 18 વર્ષ છે અને કોરોના મહામારીની પહેલા વિષ્ણુપ્રિયા સ્કૂલ જતી હતી. વિષ્ણુપ્રિયાનું સપનું હતું કે એ ભણીગણીને એક ડૉક્ટર બને પણ ગયા વર્ષે જયારે કોરોના વાયરસએ દેશભરમાં દસ્તક દીધી તો બધું બદલાઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે વિષ્ણુપ્રિયાના પિતા એક ડ્રાઈવરની નોકરી કરતા હતા. કોરોના મહામારીના કારણે વિષ્ણુપ્રિયાના પિતાની નોકરી છૂટી ગઈ હતી. વિષ્ણુપ્રિયાના પરિવારમાં તેની સિવાય પણ તેની નાની બે બેન છે જે સ્કૂલમાં જતી હતી.



જયારે વિષ્ણુપ્રિયાના પિતાની નોકરી છૂટી ગઈ તો પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. બે વખતના ભોજનનો બંદોબસ્ત કરવો ખુબ મુશ્કેલ થઈ રહ્યો હતો, પરંતુ વિષ્ણુપ્રિયાએ પોતાની હિમ્મત દેખાડી અને પોતાના પરિવારને સંભાળ્યું હતું. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં જ વિષ્ણુપ્રિયાએ ફૂડ ડિલિવરી એપ ઝોમેટોમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેનું સિલેકશન પણ થઈ ગયું હતું. હાલ વિષ્ણુપ્રિયા ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરીને પોતાના પરિવારનો ખર્ચો સંભાળી રહી છે. આની પહેલા વિષ્ણુપ્રિયા છોકરાઓને ટ્યૂશન કરાવતી હતી.



વિષ્ણુપ્રિયાની માતાનું કેહવું છે કે અમારો કોઈ છોકરો નથી, પણ વિષ્ણુપ્રિયા જ અમારો છોકરો છે. એમણે કહ્યું કે જયારે વિષ્ણુપ્રિયાના પિતાની નોકરી કોરોના મહામારીના કારણે છૂટી ગઈ તો કોઈ વિચાર કર્યા વગર વિષ્ણુપ્રિયા પોતાના પરિવારને સંભાળવા માટે સામે આવી હતી. વિષ્ણુપ્રિયાએ પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું છે અને સાથે-સાથે પાર્ટ ટાઈમ ફૂડ ડિલિવરની નોકરી કરી રહી છે. હાલ વિષ્ણુપ્રિયા સવારે છોકરાઓને ટ્યૂશન પણ કરાવે છે.