ઘણીવાર ઘરમાં પક્ષી આવીને પોતાનો માળો બનાવી લેતા હોય છે. ક્યારેક મધમાખી અને ભમરા પોતાનો મધપૂડો બનાવી લે છે. વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓ, કીડા મકોડાઓના ઘરમાં પ્રવેશ કરવા કે અજીબ વ્યવહાર કરવાને લઈને શુભ અશુભ ફળ જણાવાયા છે. આ જીવજંતુ ઘણીપ્રકારની ઘટનાઓનો સંકેત આપે છે. આવો જાણીએ કયા પક્ષીના ઘરમાં માળો બનાવવો કેવો સંકેત આપે છે.
ચામાચીડિયા
ઘરમાં જો ચામાચીડિયા આવી જાય તો એ ખતરાની નિશાની છે. એ કોઈ અશુભ ઘટનાનો સંકેત હોય છે. એવામાં ચામાચીડિયાને નુકસાન પહોંચાડ્યા વિના, ઘરેથી ભગાડી દો.
મધમાખી
ઘરમાં મધમાખીનો મધપૂડો ના બેસવા દો, ઘરમાં મધમાખીનો મધપૂડો બનવો કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.
ભમરાનો મધપૂડો
ભમરાનો મધપૂડો પણ ઘરમાં રહેવું અશુભ માનવામાં આવે છે. એવી સ્થિતિમાં એને સાવધાનીથી હટાવી દો.
ચકલીનો માળો
ચકલીનો માળો બનાવવો ખૂબ જ શુભ હોય છે. જે ઘરમાં ચકલી માળો બનાવે, ત્યાં સુખ સમૃદ્ધિ આવે છે. ઘરના લોકોનું ભાગ્ય વધારે છે. એ ઘણી પ્રકારના વાસ્તુ દોષને પણ દૂર કરે છે.
કબૂતરનો માળો
કબૂતરને માં લક્ષ્મીના ભક્ત માનવામાં આવે છે. જે ઘરમાં કબૂતરનો માળો હોય છે, ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.