વિમાન સાથે પક્ષીઓની અથડાવાની ઘણી ઘટનાઓ થતી રહે છે. પણ આ એવી ઘટના છે, જેનાથી થોડી વાર માટે યાત્રીઓના શ્વાસ રોકાઈ ગયા. બ્લાસ્ટ ના અવાજથી યાત્રીઓના દિલ હલી ગયા. વિમાન ને ચકલીની થયેલ આ ટક્કર કેટલી તેજ હતી, એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટક્કરથી પ્લેન પણ ડેમેજ થઇ ગયું. એક પક્ષીએ પ્લેનની શું હાલત કરી નાખી એ તમે આ ફોટામાં જોઈ શકો છો.
કેવી રીતે થઇ ઘટના?
આ પ્લેન એકદમ સહજતાથી ઉડી રહ્યું હતું. બધા યાત્રીઓ હવાઈ યાત્રાની મજા લઇ રહ્યા હતા. ત્યારે તેજ ધમાકાના અવાજથી બધાના ચહેરા પર હવાઓ ઉડવા લાગી. એક યાત્રીની બારીનો કાચ તૂટીને એની પાસે પડ્યો. ખબર પડી કે એક પક્ષી વિમાન પર બીજી દિશાથી આવીને અથડાયું છે. પક્ષી એટલું ઝડપથી અથડાયું કે એ અથડાતા જ પ્લેનની ખૂબજ મજબૂત બારીનો એક ભાગ તૂટી ગયો.
જોકે,આ અકસ્માતમાં કોઈ યાત્રીને કઈ થયું નથી. પણ થોડી વાર માટે બીકમાં બધાના શ્વાસ રોકાઈ ગયા. ફોટામાં પ્લેનની બારીનો આ તૂટેલો ભાગ પણ જોઈ શકાય છે.


વાત એવી છે કે જેટ સ્ટ્રીમ ૪૧ કે જે સાઉથ આફ્રિકામાં લેન્ડ કરવાના હતા. એનાથી જયારે એ પક્ષી અથડાયું તો એવો અવાજ આવ્યો જાણે કોઈ બ્લાસ્ટ થયો. આ પ્લેનમાં ઘણું નુકસાન થયું છે. બારીની સાથે સાથે બહારથી પણ એમાંતોડફોડ થઇ છે.

વિમાનમાં દરેક વસ્તુની સુવિધા હોય છે. જો પાયલટ બીમાર થઇ જાય તો બે પાયલટ હોય છે એટલે બીજો એને સંભાળી લે છે. જો બંને પાયલટ સારી હાલતમાં ના હોય તો ઓટો પાયલટ મોડ હોય છે એનાથી પ્લેન ઉડી શકે છે. ટૂંકમાં પ્લેનમાં સુરક્ષાની બધી સુવિધાઓ હોય છે. તેમ છતાં ઘણીવાર ખતરનાક અકસ્માત થઇ જાય છે. ટૂંકમાં પ્લેનમાં હાજર કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન કે ઈજા થઇ નથી.