દરેક લોકો ઈચ્છે છે કે તેના જીવન માં પૈસા નો ભાર રહે. જેના માટે તે કોઈ ના કોઈ અલગ અલગ ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણા બધા એવા ઉપાય છે, જેની મદદથી તમે દરેક મુસીબતો માંથી નીકળી શકો છો, તો ચાલો અમે તમને જણાવીએ તેમાંથી નીકળવાનો યોગ્ય માર્ગ. જયારે વ્યક્તિને બધી બાજુથી દુ:ખ આવે છે ત્યારે ત્યારે ભગવાન ની યાદ આવે છે. તે ભગવાન ના શરણ માં જવા માંગે છે.
આજે અમે ભગવાન કૃષ્ણ ની એક એવી ખાસ વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છે જે તેમને ખુબ જ વહાલી છે તેની સાથે જોડાયેલ ઉપાય જણાવીશું, જેનાથી તમારી દરેક મુશ્કેલીઓ દુર થશે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ ને બાંસુરી અને મોર પંખ ખુબ જ પસંદ છે, તો ચાલો જાણી લઈએ મોર પંખ નું કેટલું મહત્વ રહેલું છે.
પાકીટમાં રાખવું મોરપીંછ : જો તમારે પૈસા ની અછત રહેતી હોય અથવા કોઈ કારણો સર તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો તમે જે પાકીટ નો ઉપયોગ કરો છો, એને ક્યારેય ખાલી ન થવા દેવું. ભલે એમાં એક રૂપિયા જ રાખેલો હોય. એ સિવાય તમે તમારા પર્સ માં મોરપીંછ રાખો. એવું કરવાથી ધન સબંધી દરેક પરેશાનીઓ દુર થઇ જશે. સાથે જ પૈસા આવવામાં જે પણ રુકાવટ આવી રહી હોય તે પણ દુર થઇ જશે.
દુશ્મન ને ભગાવવા દુર : આજકાલ ના જમાનામાં જેટલા મિત્ર નથી હોતા એનાથી વધારે દુશ્મન હોય છે. જો તમારે દુશ્મન ને દુર ભગાવવા માટે તમે મંગળવાર ના દિવસે મોરપીંછ માં દુશ્મનનું નામ લખીને હનુમાનજી ના માથા પર આખી રાત રાખી દેવું, પછી સવારે તમે આ મોરપીંછ ને જળની સાથે પ્રવાહિત કરી દેવું. એનાથી તમારા દુશ્મન ખુબ જ દુર રહેશે.

ભયાનક સપનાને દુર કરવા : ઘણી વાર જોવામાં આવે છે કે બાળકો અથવા વડીલો ને ભયાનક સપના આવે છે, જેના કારણે તે ખુબ જ બીક પણ લાગે છે. ઘણી વાર આ ડર માં પણ બદલાઈ જાય છે. જો તમને ભયાનક સપના ની ફરિયાદ હોય તો રાત્રે સુતા સમયે તમારા તકિયા ની નીચે મોરપીંછ રાખીને સુવું. એનાથી તમને આ પ્રકારની પરેશાની નહિ આવે.
અભ્યાસમાં મન ન લાગવું : બાળકો ને ઘણી વારંવાર ફરિયાદ કરતા હોય છે કે એનું મન અભ્યાસમાં નથી લાગતું, જેના કારણે માં બાપ પરેશાન થઇ જાય છે. જો તમારા બાળક ને પણ આવી સમસ્યા હોય તો એના માટે તમારે એના પુસ્તકમાં મોરપીંછ રાખી દેવું જોઈએ. એનાથી બાળક નું મન પૂરી રીતે ભણવામાં રહેશે અને સાથે જ એને અભ્યાસ માં ખુબ જ સફળતા પણ મળશે. એટલું જ નહિ, એવું કરવાથી બાળક નો માનસિક વિકાસ પણ સારો થાય છે.