તમે ખૂબ વખત ભરેલા મરચા ખાધા હશે પરંતુ શુ તમે કોઈ દિવસ ભરેલા ભાવનગરી મરચા ખાધા છે જો તમારી ના છે તો આજે અમે ખાસ તમારા માટે જ ભરેલા મરચાની રેસીપી લાવ્યા છીએ. જે કંઈ રીતે બનાવવા એ જાણી ને તમે ચોંકી જશો. આવો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી
- 10-12 – ભાવગનરી મરચાં
- 1/2 કપ – પલાળેલી મગની મોગર દાળ
- 1 ચપટી – હળદર
- 2 ચમચી – કોથમીર
- સ્વાદાનુસાર – મીઠું
- 1 ચપટી – હિંગ
- 1/2 કપ -ડુંગળી સમારેલી
- 2 ચમચી – આદું-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી – જીરું
- 1/2 બાઉલ – તેલ
બનાવવાની સરળ રીત
સૌ પહેલા મરચાંને ધોઈને તેના અંદર કાપા કરો. પછી મરચામાં ની અંદર મસાલાની જરૂરી તૈયારી કરો. ત્યારબાદ સૌ પહેલા એક પાત્ર માં તેલ ને થોડું ગરમ કરો. તેલ જેવું ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ ને મિક્સ કરી તેમાં ઉમેરો.જ્યારે જીરું લાલ દેખાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હળદર મિક્સ કરી ને ગરમ કરો. ડુંગળી થોડી ગરમ થાય એટલે તેમાં પલાળેલી મગની દાળ નાખો.પછી તેમાં ખૂબ ઓછું પાણી નાખો મગની દાળને થોડો સમય ગરમ થવા દો. આમ, મગની દાળ પૂરેપૂરી તૈયાર થઈ જાય ત્યાં સુધી ગેસ ને શરૂ જ રાખો.
ત્યારબાદ ગેસ ને થોડો સમય બંધ કરીને કોથમીર મિક્સ કરી થોડો સમય મૂકી રાખો.હવે તૈયાર કરેલા પૂરણને મરચામાં ભરો. પછી વઘાર ની જરૂરી સામગ્રી તૈયાર કરો. એક પાત્ર માં તેલ ને થોડું ગરમ કરો. જ્યારે તમને તેલ ગરમ થાય એમ લાગે એટલે તેમાં જીરું મિક્સ કરો.
ત્યારબાદ જીરું તેનો રંગ બદલી ને લાલ થાય એટલે તેમાં ભરેલાં મરચાં ઉમેરો ત્યાર બાદ તેને થોડી વાર માટે સાંતળો. અંતે તેને ઓછા તાપે ગરમ થવા દો. ત્યારબાદ બધાં જ મરચાં પોતાનો રંગ બદલી ને લાઈટ બ્રાઉન રંગના થશે અને તૈયાર છે તમારા ટેસ્ટી મરચા.
