ટેક્સી ચલાવતી ભારતીય નારીનું નસીબ અચાનક ફર્યુ, ડ્રાઇવરથી પોલીસ બની ગઇ, વાંચો કેવી રીતે

મહિલા અને પુરુષો વચ્ચેનો ભેદ હવે ભાગ્યે જ કોઇક જગ્યાએ દેખાતો હશે. નારી હવે પુરુષ સમોવડી બની છે અને કદાચ પુરુષો કરતા પણ વધારે આગળ વધી ગઇ છે. ત્યારે ન્યૂઝીલેન્ડમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે મહિલાઓ માટે ઉદાહરણ સ્વરૂપ છે.

ન્યૂઝીલેન્ડમાં રહેતી આ મહિલાનું નામ મનદીપ કૌર છે અને હાલમાં જ તે ન્યૂઝીલેન્ડ પોલીસમાં ભરતી થઇ છે. પંજાબમાં જન્મેલી મનદીપે ભારતનું નામ રોશન કર્યુ છે.પંજાબમાં જન્મ લીધા બાદ ચંદીગઢમાં તેમના લગ્ન થયા હતા. જે બાદ 1996માં તે ઓસ્ટ્રેલિયા ગયા અને પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદમાં ન્યૂઝીલેન્ડ જઇને પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

1999માં ગુજરાન ચલાવવા માટે ટેક્સી ચલાવવાનું શરૂ કર્યુ અને પછી કંઇક એવુ થયુ કે તેમનું જીવન જ બદલાઇ ગયુ હતુ. ત્યાં તે હોસ્ટેલમાં રહેતા હતા અને ત્યાં તે એક નિવૃત્ત પોલીસ અધિકારીને મળ્યા તેમની વાતો સાંભળીને મનદીપને પણ મન થયુ કે તે પોલીસમાં જોડાય.

મનદીપ અને તે અધિકારી વચ્ચે બાપ દીકરી જેવો પ્રેમ પાંગર્યો અને પોલીસની તૈયારી કરી હાલ તે ન્યૂઝીલેન્ડ પોલીસમાં સાર્જન્ટ તરીકે કામ કરે છે. મનદીપ પહેલી ભારતીય નારી છે જે ન્યૂઝીલેન્ડ પોલીસમાં કામ કરે છે.