બંગાળ જ્યાં બની રહ્યું દુનિયાનું સૌથી મોટું વૈદિક શ્રી કૃષ્ણ મંદિર, જાણો એની ખાસિયતો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ૧૩૦ કિમી દૂર નદિયા જીલ્લાના માયાપુરમાં દુનિયાનું સૌથી મોટું કૃષ્ણનું મંદિર બની રહ્યું છે. માયાપુર ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જીલ્લામાં આવેલ એક નગર છે. એ ગંગા નદીના કિનારે, જલંગી નદીથી સંગમ બિંદુએ વસેલું એક નાનકડું શહેર છે. માયાપૂર નવદ્વીપની નજીક છે અને કોલકાતા ૧૩૦ કિમી ઉત્તરે આવેલ છે.

આ મંદિર હિંદુ ધર્મના ભગવાન વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ પાવન સ્થળ છે. અહિયાં એમના પ્રવર્તક શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. એમને શ્રીકૃષ્ણ અને રાધાના અવતાર માનવામાં આવે છે. અહિયાં લાખો શ્રદ્ધાળુ તીર્થયાત્રી દર વર્ષે દર્શન માટે આવે છે.અહિયાં ઇસ્કોન સમાજે બનાવેલ એક મંદિર પણ છે. એને ઇસ્કોન મંદિર, માયાપુર કહે છે.

આવું છે દુનિયાનું સૌથી મોટું કૃષ્ણ મંદિર



આ એક અલગ જ મંદિર છે. એમાં કુલ ૭ માળ છે. યુટિલિટી ફ્લોર, પુજારી ફ્લોર, ટેમ્પલ ફ્લોર, પછી મ્યુજીયમ ફ્લોર છે. મંદિર ૬ લાખ સ્ક્વેર ફૂટથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ છે. મંદિરના આગળના ભાગમાં ૪૫ એકરમાં ગાર્ડન છે, જયારે મંદિર ૧૨ એકરમાં ફેલાયેલ છે.

પુજારી ફ્લોર ફેબ્રુઆરી ૨૦૨૦ માં જ તૈયાર થઇ ગયો છે. વર્ષ ૨૦૨૩ માં મંદિરનું ૮૦% કામ પૂરું થઇ જશે. એ પછી એને ભક્તો માટે ખોલવાની યોજના છે. મંદિરનું નિર્માણ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્સીયશનેસ એટલે કે ઇસ્કોન( ISKON) કરાવી રહ્યું છે. મંદિરના ચેરમેન અલફ્રેડ ફોર્ડ છે, જે યુએસની ઓટોમોબાઈલ કંપની ફોર્ડના સંસ્થાપક છે. ઇસ્કોનમાં જોડાયા પછી એમનું નામ હવે અંબરીશ દાસ છે.

શું છે મંદિરની ખાસિયત?



અંદરથી જોતા મંદિર કોઈ મહેલ જેવું લાગે છે. એનું બાંધકામ તો પશ્ચિમ હિસાબે જ છે, પરંતુ એમાં વૈદિક સંસ્કૃતિનો અનુભવ થાય છે. મંદિરની ઊંચાઈ ૩૫૦ ફીટ છે. ગુંબજનો વ્યાસ ૧૭૭ મીટર છે. મંદિર ૬ લાખ સ્ક્વેર ફીટથી પણ વધારેમાં ફેલાયેયું છે. આ દુનિયાનું સૌથી મોટું વૈદિક મંદિર છે. એમાં કુલ ૭ માળ છે, યુટિલિટી ફ્લોર, પુજારી ફ્લોર, ટેમ્પલ ફ્લોર, પછી મ્યુજીયમ ફ્લોર છે.

મંદિરની ઊંચાઈ ૩૫૦ ફીટ છે. ગુંબજનો વ્યાસ ૧૭૭ મીટર છે. મંદિર ૬ લાખ સ્ક્વેર ફીટથી પણ વધારેમાં ફેલાયેયું છે. મંદિરના આગળના ભાગમાં ૪૫ એકરમાં ગાર્ડન છે, જયારે મંદિર ૧૨ એકરમાં બનેલું છે. રાજસ્થાનના મકરાના અને વિયતનામથી વ્હાઈટ માર્બલ, ફ્રાન્સથી રેડ માર્બલ, ઇટલીથી બ્લૂ માર્બલ બોલાવાયા છે. જેથી દુનિયાનું સૌથી મંદિર બની શકે.



ગુંબજની અંદરના ભાગમાં કોસ્મોલોજીકલ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલે કે દુનિયા કેમ બની, કેવી રીતે બની, કોણે બનાવી, આ બધું પણ ભક્તોને ખબર પડશે. મંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાન બંને છે. મંદિરના ગુંબજમાં કોસ્મોલોજીકલ મોડલ જોવા મળશે, જે દુનિયાની રચના વિષે જણાવશે.