આમળામાં અમૂલ્ય વિટામિન્સ રહેલા છે. આમળાની કોઈપણ વસ્તુઓ બનાવો તો પણ તેમાં રહેલા વિટામિન્સ જળવાય રહે છે. એક્સપર્ટસનું કેહવું છે કે આમળાનો રસ, આમળાનો મુરબો અને આમળાનું ચૂરણ વગેરે બનવાથી આમળામાં રહેલા વિટામિન ઓછા નથી થતા જેથી કરીને તમને કાચા આમળા નહિ પસંદ હોય તો તમે અલગ-અલગ વસ્તુઓ બનાવીને ખાય શકો છો.આયુર્વેદમા પણ આમળાના ગુણો વિશે ઘણી વાત કરવામાં આવી છે અને લોકો ઘણા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. આમળામાં વિટામિન સી સૌથી વધારે માત્રમાં હોય છે.
આમળાનો વધારે ઉપયોગ શિયાળાની ઋતુમાં થાય છે. ડિસેમ્બરથી લઈને માર્ચ-એપ્રિલ મહિના સુધી આમળાનું સેવન ખુબ લાભદાયક છે. શું તમને ખબર છે કે આમળાનો રસ કેટલીક ગંભીર બીમારીઓમાં પણ ઉપયોગ થાય છે. તો ચાલો જોઈએ.
આમળાનો ઉપયોગ ઘણી બીમારીઓની દવા બનાવામાં થાય છે. આમળામાં 70 ટકાથી પણ વધારે પાણી હોય છે, જેના કારણે આમળા ચામડી અને શરીરની અલગ-અલગ બીમારીઓની દવા બનાવામાં પણ ઉપયોગ થાય છે. હાડકાનો દુખાવો, હૃદય રોગ, લોહીની ઉણપ, મોટાપો વગેરે બીમારીઓમાં આમળાનું ચૂરણ વધારે વપરાય છે.
હાલના સમયમાં લોકોનું ખાણ-પાન બદલાઈ ગયું છે જેના કારણે લોકોને એસિડિટી, કબજિયાત,અપચો વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ મહિલાઓ માટે વાળની સમસ્યા ખુબ વધતી દેખાય રહી છે અને આની પાછળનું કારણ છે કેમિકલ વાળા સમ્પૂ અને બારનું ખાનપાન, જેથી વાળને જે પોષણ મળવું જોઈએ એ મળતું નથી અને બીજી વધારે સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ બધી સમસ્યાનો એક રામબાણ ઈલાજ છે અને એ છે આમળા. આમળામા રહેલું એસિડ વાળને અંદરથી મજબૂત બનાવે છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે.

મોઢા પર લોકોને કાળા દાખા એટલે કે કાળા કુંડાળા પડી જતા હોય છે જે કાઢવા ઘણા મુશ્કેલ છે પણ હવે એ કાળા દાખા કાઢવામાં વધારે મુશ્કેલી નહિ પડે અગર તમે આમળાનો ઉપયોગ કરશો તો. કાળા દાખા કાઢવા માટે આમળાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ આગળ જાણવાયું છે તો ધ્યાનથી વાંચો જેથી કરીને તમને બરાબર રિઝલ્ટ મળી શકે. સૌ પ્રથમ આમળાનો રસ કાઢી લેવો અને સાફ કોટન આમળાના રસવાળું કરીને જે જગ્યા પર કાલા કુંડાળા પડી ગયા હોય ત્યાં થોડું વજન આપીને ઘસો. આ પ્રક્રિયા તમારે રાત્રે સુવાના સમય પર કરવી જેથી કરીને આમળાનો રસ ઘસેલો હોય ત્યાં ધૂળ લાગે નહિ. આ પ્રયોગ થોડા દિવસો કરવાથી મોઢા પરના કાળા કુંડાળા દૂર થઈ જશે અને મોઢું ચમકીલું બની જશે. આ રીતે શરીરની બીજી પ્રકારની સમસ્યામાં પણ તમે આમળાનો ઉપયોગ કરી શકો છો. આમળાનો ઉપયોગ લગભગ શરીરની તમામ બીમારીઓમાં કરી શકાય છે.