ઘણીવાર આપણામાંથી ઘણા લોકો પિઝ્ઝા પર આવતા બ્લેક ઓલીવનું ટોપિંગ ઘણું પસંદ કરે છે. બ્લેક ઓલીવ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ લાગે છે એવું નથી, એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે.
ઓલીવ એક ફળ છે, જે ઝાડ પર ઉગે છે. જયારે એ સંપૂર્ણ રીતે પાકી જાય છે તો એનો રંગ કાળો થઇ જાય છે. જોકે, બધા પાકેલા ઓલીવ કુદરતી રીતે કાળા નથી થતા. પ્રોસેસિંગની રીત, જેમ કે ફર્મેટેશન કે હવાન સંપર્કમાં આવવાને લીધે આ ફળનો રંગ ડાર્ક થઇ જાય છે. જૈતુનન રંગ, આકાર અને સ્વાદમાં અલગતા જોવા મળે છે. કેલીફોર્નીયા રેયર ફ્રુટ ગ્રોઅર્સ વેબસાઇટ અનુસાર, ઓલીવને સીધું ઝાડ પરથી ના ખાઈ શકાય, એનાથી વધારે કડવા સ્વાદને ઓછું કરવા માટે એને ખાસ પ્રોસેસિંગની જરૂર નથી હોતી. આવો જાણીએ, બ્લેક ઓલીવ એટલે કે કાળા ઓલીવ ખાવાથી સ્વાસ્થ્યને કેવા લાભ મળે છે.
‘વિટામીન ઈ’ ના મહત્વપૂર્ણ સ્ત્રોત
વિટામીન ઈ એક એન્ટી ઓક્સીડેન્ટ પોષક તત્વ છે, જે ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ કરે છે અને શરીરની કોશિકાઓ, ખાસ તો મસ્તિષ્ક, ફેફસા અને લાલ રક્ત કોશિકાઓને નુકસાનથી બચાવે છે. ૨૦૦૬ માં ‘જર્નલ ઓફ ન્યુટ્રીશન’ માં પ્રકાશિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પોષણ પરીક્ષા સર્વેક્ષણ મુજબ, મોટાભાગે અમેરીકીયોના ખોરાકમાં વિટામીન ઈ, આયર્ન અને પોટેશિયમની સાથે અનેક પોષક તત્વની કમી છે. એક કપ બ્લેક ઓલીવમાં ૨૦% રોજના અનુસાર પોષક તત્વ હોય છે.
આંખો માટે સારું
જો તમે આંખોની સમસ્યા જેમ કે નબળી નજર, આંખોની આસપાસ દર્દ, સુકી પાંપણ, ગુલાબી આંખો, કે કન્જકટીવાઈટસ વગેરેથી પીડિત છો તો કાળા જૈતુનનું સેવન કરો. કાળા જૈતુનમાં વિટામીન ઈ હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એ ફક્ત દ્રષ્ટિમાં સુધારો કરે છે એટલું જ નહી, ગ્લૂકોમા, મોતિયાબિંદ, અને અન્ય મોટી ઉંમરના આંખના રોગથી લડવામાં કારગર સાબિત થાય છે.
હ્રદયના સ્વાસ્થ્યને સુધારે છે
બ્લેક ઓલીવમાં સ્વસ્થ મોનોઅનસેચુરેટેડ ચરબીની ઉચ્ચ માત્રા હોય છે. પાકેલ જૈતુન લગભગ ૮ ગ્રામ કુલ મોનોઅનસેચુરેટેડ ચરબી પુરી પાડે છે. અમેરિકન હાર્ટ એશોસિએશનનું કહેવું છે કે લોકો દ્વારા ખાવામાં આવતા ભોજનમાં ચરબી એક દિવસમાં ખાવામાં આવતી કેલરીના ૨૫ થી ૩૦%થી વધારે ના હોવી જોઈએ, અને એનામાં ચરબી મોનોઅનસેચુરેટેડ કે પોલીઅનસેચુરેટેડ ચરબી હોવી જોઈએ. મોનોઅનસેચુરેટેડ ચરબી તમારા લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવાના અને હ્રદય રોગ અને સ્ટ્રોક ના જોખમને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. મોનોઅનસેચુરેટેડ ફેટી એસીડ ઇન્સુલીન ના સ્તર અને રક્ત શર્કરા નિયંત્રણ ને પણ લાભ પહોચાડી શકે છે.
કેન્સર ના જોખમને ટાળે છે
જર્મન કેન્સર રીસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલ એક શોધમાં જાણવા મળ્યું છે કે જૈતુન કેન્સરના જોખમને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. વાત એવી છે કે જૈતુનમાં સ્ક્વાલીન અને ટર્પેનોયડ જેવા એન્ટીકેન્સર પ્રભાવવાળા ખાસ તત્વ હોય છે. આ તત્વોની હાજરીને લીધે જ જૈતુનનો ઉપયોગ કેન્સરના જોખમને થોડે હદ સુધી ઓછું કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
વધારે હોય છે એમાં સોડીયમ
જોકે, બ્લેક ઓલીવમાં સોડીયમ અને કેલરીમાં અપેક્ષાકૃત વધારે હોય છે. પાકેલ જૈતુનના ૧૦૦ ગ્રામ સેવનથી ૧૧૫ કેલરી અને લગભગ ૭૩૫ મીલીગ્રામ સોડીયમ મળે છે. સોડીયમનું સેવન કરવું મહત્વપૂર્ણ છે કારણકે મીઠાની ખપતમાં વધારો રક્તચાપના ઉચ્ચ સ્તર સાથે જોડાયેલ છે.