ડુંગળી દરેક ઘરના રસોડામાં મળી રહે છે. ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક પ્રકારના ગ્રેવીવાળા શાકમાં થતો હોય છે. ઉપરાંત લોકો તેનું સલાડ ખાવાનું પણ ખુબ જ પસંદ કરતા હોય છે. આપણે ડુંગળીનો ઉપયોગ લગભગ રોજ કરતા જ હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી ઔષધીય ગુણોથી ભરપૂર છે ?
કેટલાક ગરમ પ્રદેશોમાં લૂથી બચવા માટે ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ તમને ખબર છે કે ડુંગળીમાં જો સિરકો મેળવી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. સિરકા વાળા ડુંગળીના સલાડનું સેવન મોટા ભાગે ભોજન સાથે કરવામાં આવે છે.
સિરકા વાળી ડુંગળીના સલાડનું સેવન પેટને આરામ આપે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. તેને ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ કે ઘરે સિરકાવાળી ડુંગળી કેવી રીતે બનાવવી અને તેના સેવનથી શરીરને કયા ફાયદા થાય છે.
ઘરે સિરકા વાળી ડુંગળીનું સલાડ બનાવવા માટે સૌપ્રથમ નાની ડુંગળી લો. તેના ચાર ટુકડા કરો. યાદ રાખો કે ટુકડાને અલગ નથી કરવાના. નહીં તો તે સિરકામાં ફેલાઈ જશે. ત્યાર બાદ એક કાચની બરણીમાં અડધો વાટકો સિરકો અને પાણી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં લીલા કે લાલ મરચા પણ ઉમેરી શકો છો. આટલું કર્યા પછી સ્વાદ અનુસાર મીઠું નાખી બરણીનું ઢાંકણ ઢાંકી તેને બરાબર હલાવો. ત્યારબાદ બરણીને ઓરડાના તાપમાને 3થી 4 દિવસ સુધી મૂકી રાખો. અને તેને થોડા થોડા સમયે વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને 4 દિવસ પછી ફ્રિજમાં મૂકી દો. જયારે ડુંગળી લાલ રંગની થઇ જાય તો તે ખાવા લાયક થઇ જાય છે.
સિરકાવાળી ડુંગળી ખાવાના ફાયદા
- સિરકાવાળી ડુંગળી ફેફસાંને સ્વસ્થ રાખે છે.
- સિરકાવાળી ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
- સિરકાવાળી ડુંગળી ખાવાથી મગજ તેજ થાય છે.
- જે લોકો યુરિન ઇન્ફેક્શનથી પરેશાન છે તે લોકો સિરકાવાળી ડુંગળીનું સેવન કરી શકે છે.
- સિરકાવાળી ડુંગળીનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે.
- અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં પણ સિરકાવાળી ડુંગળી ખુબ ફાયદાકારક સાબિત થઈ છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે સિરકાવાળી ડુંગળી ખુબ ફાયદાકારક હોય છે.
- સિરકાવાળી ડુંગળી તણાવ દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
- સિરકાવાળી ડુંગળી ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.