ફાયદો નહીં શરીરને નુકસાન પણ પહોંચાડે છે બીટ, કિડની લીવરને નુકસાન

બીટ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદેમંદ હોય છે. એના ગુણોને લીધે જ એને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. બીટનું જ્યુસ પણ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. બીટનો જ્યુસ બ્લડ પ્રેશરને ઓછું કરવાની સાથે માંસપેશીઓની શક્તિ પણ વધારે છે. જોકે , વધારે માત્રામાં ખાવાથી એની આડઅસર પણ જોવા મળી શકે છે.

બીટ કે બીટનો જ્યુસ ઘણા પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે જે શરીર માટે ઘણું ફાયદેમંદ માનવામાં આવે છે. જોકે, એ સૌ કોઈને ફાયદો નથી આપતું. બીટમાં ઓકસલેટની માત્રા વધારે હોય છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. ચોક્કસ માત્રામાં બીટ ખાવાથી શરીર ઘણી પ્રકારની બીમારીઓથી બચે છે. તો વધારે ખાવાથી એની આડઅસર પણ જોવા મળી શકે છે. આવો જાણીએ કે બીટ કે એના જ્યુસની વધારે માત્રા શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડે છે.

બીટુરિયા ની સમસ્યા

વધારે બીટ ખાવાવાળામાં બીટુરિયા ની સમસ્યા પણ થઇ શકે છે. એના લીધે યુરિનનો રંગ બદલાઈને ગુલાબી કે ઘાટો લાલ થઇ જાય છે. આયર્નની કમી હોય એમનામાં આ સમસ્યા વધારે જોવા મળે છે. વધારે બીટ ખાવાથી મળનો રંગ પણ લાલ કે કાળો પડી શકે છે. સામાન્ય રીતે બીટુરિયા ની સમસ્યા કોઈ ખાસ ગંભીર બીમારી નથી અને એ પોતાની રીતે ઠીક પણ થઇ જાય છે.

પથરીનું જોખમ



ક્લિનિકલ રીસર્ચ પ્રમાણે, બીટ ઓક્સલેટથી ભરપૂર હોય છે અને એના લીધે પથરી બને છે. જો તમને પહેલેથી જ પથરી હોય તો ડોક્ટર તમને બીટ કે એનું જ્યુસ બંદ કરવાની સલાહ આપી શકે છે. બીટમાં મળતા ઓક્સલેટ પથરીને વધારી શકે છે.

એનાફિલેક્સીસની સમસ્યા

બીટને લીધે એનાફિલેક્સીસની સમસ્યા પણ થઇ શકે છે. જોકે એના કેસ બહુ ઓછા જોવા મળે છે. આ એક પ્રકારની એલર્જીની સમસ્યા હોય છે જેના લીધે સ્કિન પર ચકેડા, ખંજવાળ, સોજો કે પછી અસ્થમાના પણ લક્ષણ દેખાવા લાગે છે. એવામાં બીટનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે.

પેટ થઇ શકે છે ખરાબ



બીટમાં નાઈટ્રેટ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, નાઈટ્રેટની વધારે માત્રાથી પેટમાં એંઠન થઇ શકે છે. એના જ્યુસથી પણ કેટલાક લોકોનું પેટ ખરાબ થઇ શકે છે અને પાચનની સમસ્યા થઇ શકે છે. નાઈટ્રેટને લીધે ગર્ભવતી મહિલાઓને પણ બીટનું સેવન બહુ ઓછી માત્રામાં કરવામાં આવે છે.

લીવરને નુકસાન



શોધમાં જાણવા મળ્યું છે કે બીટનું વધારે સેવન કરવાથી લીવરની સમસ્યા પણ થઇ શકે છે. બીટમાં કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ હોય છે. વધારે માત્રામાં આ મિનરલ્સ લીવરમાં જઈને જમા થવા લાગે છે અને એને નુકસાન પહોંચાડે છે. બીટ વધારે ખાવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે જેનાથી હાડકાની સમસ્યા વધી જાય છે.