સુનીલ શેટ્ટી પાસે સલમાન ખાને હાથ જોડી માંગી હતી માફી, ગર્લફ્રેન્ડને લીધે થવું પડ્યું શરમિંદા

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મો અને અદાકારીની સાથે સાથે પોતાના ગુસ્સા માટે પણ ચર્ચામાં રહે છે. સલમાને ઘણા લોકો પર પોતાના ગુસ્સાનો રોબ દેખાડ્યો છે જોકે ઘણા લોકો કે કલાકાર એવા પણ રહ્યા છે જેમની આગળ સલમાનને પણ નમવું પણ પડ્યું છે અને સલમાનને એમની પાસે હાથ જોડીને માફી પણ માંગવી પડી છે.સલમાન હિન્દી સિનેમાના મશહૂર અભિનેતા સુનીલ શેટ્ટી પાસે પણ માફી માંગી ચુક્યા છે. જોકે, તમે એ પણ વિચારતા હશો કે આખરે સલમાન ખાનએ એવું શું કર્યું હતું કે સુનીલ શેટ્ટી પાસે માફી માંગવી પડી. તો આવો આ આખી વાત વિષે વિસ્તાર પૂર્વક જાણીએ.જણાવી દઈએ કે, આ કિસ્સો સુનીલ શેટ્ટીના ડેબ્યૂ સમયનો છે. ખાસ વાત એ છે કે સલમાને વર્ષ ૧૯૮૯ માં ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તો સુનીલ શેટ્ટી એ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ ૧૯૯૨ માં કરી હતી. આ દરમિયાન એમની પહેલી ફિલ્મ ‘બલવાન’ રિલીજ થઇ હતી.સુનીલ શેટ્ટી ડેબ્યૂ સાથે જ ચર્ચામાં આવી ગયા અને એમની પાસે કામની કોઈ કમી નથી. એવી જ એક ફિલ્મમાં એમને પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી સાથે સાઈન કરી લેવામાં આવ્યા. તમારી માહિતી માટે જણાવી દઈએ કે સોમી અલી એ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને એ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે.સોમી અલીને જયારે એ વાત ખબર પડી કે એક ફિલ્મમાં એ સુનીલ સાથે કામ કરવાની છે તો એમણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. એમણે કહ્યું કે એ સ્ટ્રગલર્સ સાથે કામ નહિ કરે, જયારે સોમી એ દિવસો ખુદ બોલીવુડ માટે નવી હતી. હેરાનીની વાત એ છે કે સોમી અને સુનીલ એક જ ક્લાસમાં ભણતા હતા. સોમી એ જયારે સુનીલ સાથે કામ કરવાની ના પાડી તો સુનીલને ખરાબ લાગ્યું.સુનીલે આગળ જઈને ‘વક્ત હમારા હે’ અને ‘દિલવાલે’ જેવી ફિલ્મોથી પોતાની સારી પકડ બનાવી. બીજી તરફ સોમી અલીનું કોઈ નામ નહતું. એમાં ‘અંત’ નામની ફિલ્મથી સોમીને કામ મળ્યું. જોકે, એમાં લીડ અભિનેતા તરીકે સુનીલ પસંદ થયા. સોમી સુનીલ સાથે કામ કરવા માટે રાજી હતી, જોકે સુનીલને જયારે એ ખબર પડી કે ફિલ્મમાં સોમી અલી હશે તો એમણે સોમીને એની હેસિયત દેખાડતા ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી.સલમાનને એ વાતની ખબર પડી કે એમની ગર્લફ્રેન્ડ સોમી અલી સાથે સુનીલ કામ કરવા નથી ઈચ્છતા તો એ ખુદ સુનીલ પાસે ગયા અને એમને ઘણા સમજાવ્યા. સલમાને સુનીલને હાથ જોડીને સોમી સાથે કામ કરવાનું નિવેદન કર્યું અને માફી માંગી. એ પછી સુનીલે સોમી સાથે કામ કરવાની હા પાડી.