ઠંડીમાં કેળા ખાવાના ફાયદા કે નુકસાન? આ લોકોએ રહેવું જોઈએ દૂર

ઠંડી શરુ થતા જ લોકો કેળા ખાવાનું બંદ કરી દે છે. લોકોને એવું લાગે છે કે કેળા શરદી ઉધરસને વધારવાનું કામ કરે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું છે કે કેળામાં રહેલ પોષક તત્વ શરીરને સ્વસ્થ રાખે છે. એટલે કેળા ખાવા દરેક ઋતુમાં ફાયદેમંદ હોય છે, પણ જો તમને શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો એ ઓછી માત્રામાં જ ખાઓ.

ઠંડીની ઋતુમાં કેળા ખાવા જોઈએ કે નહિ એને લઈને ઘણા લોકો દુવિધામાં રહે છે. કેળા એક એવું ફળ છે જે શરીરને ભરપૂર એનર્જી આપવાનું કામ કરે છે. જોકે, જો તમને શ્વાસની સમસ્યા હોય કે ખાંસી શરદી હોય તો ઠંડીની ઋતુમાં કેળા રાતે ના ખાવા જોઈએ કારણકે એ કફ ના સંપર્કમાં આવવાથી બળતરા ઉત્પન્ન કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું છે કે જો તમને સાઈનસની સમસ્યા છે તો પણ તમારે એ ચોક્કસ માત્રામાં જ ખાવા જોઈએ. પણ જે લોકોને એવી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી તો એમને આ ઋતુમાં કેળા ખાવામાં પરહેજ ના કરવું જોઈએ. આવો જાણીએ કે નિષ્ણાંતના આ મત પાછળ શું કારણ છે.


જરૂરી વિટામીન અને મિનરલ્સથી ભરપૂર

ઠંડીની ઋતુમાં હાડકા સંબંધિત સમસ્યા વધી જાય છે. રોજ કેલ્શિયમની જરૂરી માત્રાથી હાડકાનું ઘનત્વ જળવાયેલું રહે છે અને એને મજબૂતી મળે છે. કેળામાં બધા જરૂરી વિટામીન અને મિનરલ્સ જેવા પોટેશિયમ, કેલ્શિયમ, મેન્ગ્નીઝ, આયર્ન, ફોલેટ, નિયાસીન, રાઈબોફ્લેવિન અને બી ૬ મળી આવે છે. આ બધા પોષક તત્વો સ્વસ્થ અને શરીરના ફંક્શનને ઠીક રાખે છે.

ફાઈબરની ભરપૂર માત્રા

કેળા ભળે એવા અને ના ભળે એવા બંને પ્રકારના ફાઈબરથી ભરપૂર હોય છે. ભળી જાય એવા ફાઈબરમાં પાચનને ધીમા કરવાની પ્રવૃત્તિ હોય છે. એનાથી પેટ લાંબો સમય ભરેલું અનુભવાય છે. એ જ કારણ છે કે મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં કેળા ખાવાનું પસંદ કરે છે, જેથી એમને ભૂખ જલ્દી ના લાગે. આયુર્વેદ અનુસાર, રાતના સમયે કેળા ખાવાથી બચવું જોઈએ કારણકે એનાથી ખાંસી અને શરદી વધી શકે છે.


હૃદય માટે સારું

કેળા ખાવાથી હ્રદયની બીમારીઓ અને હાઈબ્લડ પ્રેશરથી બચી શકાય છે. યુકેની લીડ્સ યુનિવર્સીટીની એક સ્ટડી અનુસાર, ફાઈબરવાળો ખોરાક હ્રદય રોગ અને કોરોનરી ધમનીઓની બીમારીથી બચાવે છે. કેળામાં રહેલ પોટેશિયમ હ્રદયની ધડકન અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, સાથે જ દિમાગને પણ સતર્ક રાખે છે.

મોડી રાતની ભૂખથી બચાવે છે

જો તમને અડધી રાતે ભૂખ લાગે છે કે પછી કઈક મીઠું ખાવાની ઈચ્છા થાય છે તો કેળાને ડાયેટમાં શામેલ કરો. એનાથી તમે શુગર અને હાઈ કેલરીવાળી વસ્તુ ખાવાથી બચો. વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોવાની સાથે જ કેળા અડધી રાતે લાગતી ભૂખને પણ દૂર કરવાનું કામ કરે છે. જો તમે સાંજે જીમ જાઓ છો કે કોઈ કસરત કરો છો તો એ પછી એક કેળું ખાવાની ટેવ પાડો.


ઊંઘ સારી આવે છે

સાંજના સમયે કેળું ખાવું એક સારી ટેવ છે. પોટેશિયમથી ભરપૂર કેળું આખા દિવસના થાક પછી માંસપેશીઓને આરામ આપવાનું કામ કરે છે. મોડી સાંજે એક કે બે કેળા ખાવાથી થાક ઉતરવા લાગે છે અને ઊંઘ સારી આવે છે.