બજરંગદાસ બાપૂના ધામમાં થાય છે સેવા, 24 કલાક મળે છે મફતમાં ભોજન, જુઓ તસીવર

ભારત એક એવો દેશ છે જેમાં કોઇ પણ વ્યક્તિ ભૂખ્યુ નથી રહેતું. કેટલાક મંદિરો 24 કલાક ફ્રીમાં ભોજન આપે છે અને તેમાં આખા જગતમાં સીતારામનું નામ ઉંચુ કરનાર બજરંગદાસ બાપૂની ધરતી બગદાણામાં 24 કલાક ફ્રીમાં ભોજન આપવામાં આવે છે.ભક્તો અહીં દૂર દૂરથી દર્શને આવે છે અને તેમને શાંતિનો અનુભવ થાય છે. બગદાણા આવેલા દરેક વ્યક્તિને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે અને અહી ભોજનનો પ્રવાહ અવિરત ચાલુ જ હોય છે.કહેવાય છે કે આજથી 4 દાયકા પહેલા 9 જાન્યુઆરીના રોજ બાપૂ બ્રહ્મલીન થયા હતા અને આ દિવસે વિક્રમ સવંત પોષ વદ ચોથની તિથી હતી. ત્યારથી દરવર્ષે અહીં ઉજવણી થાય છે. બજરંગદાસ બાપૂના જીવન પરથી લોકો આજે પણ પ્રેરણા લે છે અને તેમના ભક્તો માત્ર ભારતમાં નહી પરંતુ વિદેશમાં પણ રહેલા છે.


સૌરાષ્ટ્રના ગામડામાં હજુ પણ તેમની પૂજા કરવામાં આવે છે અને તેમની મઢૂલી ગામના વચ્ચે આવેલી હોય છે. લોકો તેમને બાપા સીતારામ તરીકે પણ ઓળખે છે. મહત્વનું છે કે જિલ્લાના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસનો જન્મ થયો હતો. તે જ્યારે 11 વર્ષના હતા ત્યારે જ દીક્ષા લઇ લીધી હતી.11 વર્ષનો બાળક જ્યારે દક્ષિણા લઇને સીતારામ બાપૂ પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે મારે તમારી પાસે આવવાનુ હોય અકારણ કે તમે મારા ગુરુ છો. ગુરુદક્ષિણા તરીકે રામનુ રટણ ચાલુ રહે તેવું માંગ્યુ હતુ. સાથે જ તેમને બજરંગી નામ પણ આપવામાં આવ્યુ હતુ.


ગુરુ પાસે આજ્ઞા લઇને બજરંગદાસ બાપૂ જ્યારે ભ્રમણ કરી રહ્યાં હતા ત્યારે તે બગદાણા ગામમાં આવ્યા અને આ ગામ તેમને એટલુ ગમી ગયુ કે તે આ ગામમાં કાયમ માટે સ્થાયી થઇ ગયા હતા અને 1951માં આ આશ્રમની સ્થાપના કરી હતી.આ વર્ષમાં 1959માં લોકો માટે ભોજનની સુવિધા શરૂ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણ આરસપહાણના પથ્થર સાથે કર્યુ હતુ. આ મંદિરમાં શિવજી અને પાર્વતી માતાની મૂર્તિ પધરાવવામાં આવી હતી.