‘બચપન કા પ્યાર’ ફેમ વાયરલ છોકરાનો બાદશાહે મળવા માટે બોલાવ્યો અને…

સોશ્યલ મિડીયા પર બચપન કા પ્યાર નામનું ગીત ગાતો એક છોકરો વાયરલ થયો છે અને આજકાલ લોકો એ જ ગીત ગાઇ રહ્યાં છે.

સ્કૂલ યુનિફોર્મમાં એક છોકરો જાન મેરી જાનેમન ગીત ગાતો નજર આવી રહ્યો છે. સોશ્યલ મિડીયા પર આગની જેમ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને દરેક વ્યક્તિ આ ગીત ગાઇ રહ્યું છે.

કોણ છે આ બાળક



આપણે જો આ બાળક વિશે વાત કરીએ તો તેનું નામ સહદેવ છે અને તે છત્તીસગઢનો રહેવાસી છે. આ બાળકનો વીડિયો 2 વર્ષ જૂનો છે જે હવે વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહ્યો છે વીડિયો



બચપન કા પ્યાર આ ગીત પર તો કેટલાક સિતારાઓએ પણ રિલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ગીતનો ઓરીજીનલ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

બાદશાહે ચંદીગઢ બોલાવ્યો

આ બાળક વાયરલ થયો તે બાદ બાદશાહે પણ પોતાના ઇન્સ્ટા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં બાદશાહ આ છોકરા સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો છે અને તેને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો છે. લોકો ક્યાસ લગાવી રહ્યાં છે કે બાદશાહ આ છોકરા સાથે સોન્ગ બનાવી શકે છે.