નવું વાહન લીધું હોય તો આ કામ પહેલા કરી દો, નહીં થાય કોઈ કુદરતી અકસ્માત

એક સમયે લાઈફસ્ટાઈલ ગણાતી કાર હવે જીવન માટે જરૂરી બની ગઈ છે. ખાસ કરીને દરેક નાનો પરિવાર કાર માટેનું સપનું જોતો હોય છે. ટુ વ્હિલર્સની સાથે હવે એક નાનકડી ફોર વ્હીલ જરૂરી બની ગઈ છે. દરેકના ઘરમાં આ બંને વસ્તુ લેવા કે વેચવાનો સમયાંતરે ક્રમ આવતો જ રહે છે. જ્યારે પણ ઘરમાં કોઈ નવું વાહન આવે ત્યારે દરેક પરિવારજનનો આનંદ સાતમા આસમાને હોય છે. દરેક વ્યક્તિને નવી ગાડી લેવી ગમે છે.

પણ આપણા દેશમાં દરરજો ઘણા બધા અકસ્માત થાય છે. જે ઘણીવાર જીવલેણ પુરવાર થાય છે. વાહન અકસ્માતમાં કુદરતી આફતનો પણ મોટો ફાળો છે. વિકટ સ્થિતિમાં અકસ્માત થતા વાર લાગતી નથી. તો ક્યારેક ભયાનક અકસ્માતમાંથી પણ લોકો બચી જાય છે.

અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી છે. જે નવું વાહન ખરીદનારા માટે ઉપયોગી સાબિત થાય એમ છે.

પહેલા તો કોઈ પણ વાહન લેતી વખતે એનું મૂહુર્ત જોઈ લો. મૂહુર્તનું ખાસ મહત્ત્વ હોય છે. બને ત્યાં સુધી શનિવારે કોઈ નવા વાહનની ખરીદી ન કરવી.

નવું વાહન આવ્યા બાદ એની પૂજા કરવી જરૂરી છે. એને તિલક કરવું અનિવાર્ય છે. વાહન પર ફૂલો ચડાવવા અને એના પર સાથિયો બનાવવો. સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. વાહન સામે એક નાળીયેર વધેરને આરતી પણ કરી શકાય છે. ત્યાર બાદ ભગવાનનું નામ લઈને વાહનનો ઉપયોગ કરવો.

નવા લીધેલા વાહનમાં ભગવાનની એક નાનકડી છબી અચૂક રાખવી. કાર માટે ઘણા આવા શૉ પીસ મળે છે. જ્યારે ટુ વ્હિલર હોય તો સ્ટિકર લગાવી શકાય છે. પ્રભુની અમી કૃપા હોય તો તમામ અકસ્માત ટળે છે.

બીજી બાજુ ખરાબ ભાગ્યની પણ અસર થતી નથી. પણ ટ્રાફિકના નિયમ અને સલામતી પણ રાખવી અનિવાર્ય છે. અન્યથા આ કોઈ ટિપ્સ કામ નહીં આવે.