કોશીશ કરનેવાલો કી હાર નહી હોતી આ લાઇન ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની હશે. આપણે સૌ જાણીએ જ છીએ કે તમે પ્રયત્ન નહી કરો તો સફળતા નહી જ મળે.
રાજસ્થાનના જોધપુર નગર નિગમની સફાઇકર્મી આશઆએ સપનુ જોયુ હતુ કે તે આર્મીમાં જોડાઇને દેશની સેવા કરશે. પરિવારે 12 ધોરણ બાદ જ આશાના લગ્ન કરી દીધા અને તેને લગ્ન બાદ બે બાળકો જન્મ્યા. સફાઇકર્મી તરીકે નોકરી કરતી આશાએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે.
આશા બેન હવે રાજસ્થાન સરકારમાં ટોચના અધિકારી છે પરંતુ 2 બાળકોને જન્મ આપ્યા બાદ તેમના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પતિથી આશા અલગ થઇ ગઇ હતી પરંતુ તે સહેજ પણ હતાશ નહોતી થઇ.
ભણતર છોડ્યાના 16 વર્ષ બાદ આશાએ ગ્રેજ્યુએશન કર્યુ અને નક્કી કર્યુ કે સરકારમાં નોકરી લઇને જ રહેશે. બાદમાં તેણે RASની તૈયારી શરૂ કરી હતી. 2018માં તેણે ફોર્મ ભર્યુ અને એક બાદ એક બધી એક્ઝામ પાસ કરી દીધી હતી. પરિવારને પૈસાની ખુબ જરૂર હતી અને આશાની આશા અમર હતી.

તેણે સફાઇકર્મી તરીકે નોકરી કરવાનું નક્કી કર્યુ હતુ. તે રિઝલ્ટની રાહ જોઇ રહી હતી અને સાથે સફાઇકર્મી તરીકે કામ પણ કરતી હતી. જે બાદ રિઝલ્ટટ આવ્યું અને તે પાસ થઇ ગઇ હતી. આશા કહે છે કે તેની સફળતા પાછળ તેના માતા પિતાનો હાથ છે.

આશાએ કહ્યું કે બાળકોને ભણાવવા જ જોઇએ અને મહિલાઓ કોઇ પણ કામ કરી શકે છે તેવું તે દ્રઢ પણે માને છે. પોતાની આ સફળતા પાછળ તેનો સંઘર્ષ, માતા પિતાનો વિશ્વાસ અને મહેનત છે. આજે તે જે કંઇ પણ છે તે પોતાના મનોબળ અને મહેનતના કારણે છે.