જલેબી એક એવી મીઠાઈ છે જે લગભગ સૌ કોઈને પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે. જી હા, રોજ દૂધ સાથે ૧ જલેબી ખાવાથી તનાવ ઓછો થવામાં મદદ મળે છે.
લગભગ બધાને મીઠું ખાવું પસંદ હોય છે. મીઠામાં જો જલેબી મળી જાય તો પછી કહેવું જ શું? જી હા જલેબી આખા ભારતની પ્રસિદ્ધ સ્વાદિષ્ટ મીઠાઈ છે. જલેબી દેશના લગભગ દરેક ખૂણામાં સરળતાથી મળી જાય છે. જલેબી મેંદો, મકાઈનો લોટ ,ઘી, ખાંડ, બેકિંગ સોડા, દહીં, કેસર વગેરે દ્વારા બનાવવામાં આવે છે. લગભગ દરેક તહેવારમાં ચાસણીમાં ડૂબેલી જલેબી ગરમ ગરમ બનાવવામાં આવે છે.
આ લાજવાબ મીઠાઈ આપણા દેશમાં બહુ પહેલા જ આવી હતી અને આજે પણ પારંપરિક રીતે જ બનાવવામાં આવે છે. સૌ કોઈ જલેબી પોત પોતાની રીતે ખાય છે, ઠંડી આવતા જ લોકો દૂધ જલેબીનું સેવન શરુ કરી દે છે. દેશ ઘણા હિસ્સામાં ગરમ મલાઈદાર દૂધ અને જલેબી સાથે પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધ અને જલેબી ખાવાથી ઘણા સ્વાસ્થ્યના લાભ થાય છે. તો આવો જાણીએ, દૂધ અને જલેબી ખાવાના શું છે ફાયદા?
સેક્સ લાઈફ બનાવે ઉત્તમ
કહેવાય છે કે જો તમે દૂધ જલેબીનું સેવન કરો છો તો એનાથી સેક્સ લાઈફ સારી થાય છે. કહેવાય છે કે એની મીઠાશ લાંબી ઉંમર માટે યૌન સહનશક્તિ વધારવામાં મદદ કરે છે અને એનાથી પ્રજનન ક્ષમતામાં મદદ મળે છે. એટલું જ નહીં, જલેબી ખાવાથી હાથ પગમાં ખરોંચ નથી આવતી. એ સાથે જ ખંજવાળને પણ ઘણે હદ સુધી રોકે છે. જલેબીને ગરમ દૂધ સાથે પલાળીને ખાવાથી દમ, જુકામ વગેરે શ્વાસના રોગ ઠીક થઇ જાય છે.
માઈગ્રેનથી અપાવો રાહત
જલેબીને દૂધ સાથે આપણે મોટાભાગે ઉત્તમ સ્વાદ માટે ખાઈએ છે. પરંતુ એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે, એની પર ક્યારેય ધ્યાન નથી આપતા. એવામાં જણાવી દઈએ કે, જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો, જલેબીને સવારે દૂધ સાથે લો, એનાથી તમને રાહત મળશે. એટલું જ નહીં, જો તમે વજન વધારવા ઈચ્છો છો તો સવારે એક ગ્લાસ દૂધમાં દેસી ઘી ની જલેબી સાથે સેવન કરો.
અસ્થમાથી રાહત
જો તમે અસ્થમાના દર્દી છો તો ગરમ દૂધમાં જલેબી પલાળીને ખાઓ. એનાથી શ્વાસની સમસ્યાથી રાહત મળશે. સાથેજ અસ્થમા અને શરદી ખાંસીમાં પણ રાહત મળશે.
તણાવ કરે છે દૂર
તમને જણાવી દઈએ કે જલેબી તનાવ દૂર કરવાવાળી મીઠાઈ છે. એવામાં જો તમે ક્યારેક ટેન્શનમાં હોવ તો તાજી જલેબીનું સેવન કરો. એની મીઠાશ તમારા દિમાગને હળવું કરી દેશે અને એ ખાવાથી ચિંતા તનાવ પણ દૂર થઈ જાય છે. કહેવાય છે કે જલેબી તનાવ હોર્મોનને ઓછા કરે છે. એટલે ઘણીવાર પરીક્ષા વગેરેમાં જલેબીનું સેવન કરવામાં આવે છે.
પોષક તત્વો
- ફેટ ૨.૨ ગ્રામ
- પ્રોટીન ૦.૨ ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ ૫.૬ ગ્રામ
- કેલ્શિયમ ૦.૫ મિલીગ્રામ
- પોટેશિયમ ૩.૬ મિલીગ્રામ
- સોડીયમ ૦.૩ મિલીગ્રામ
- આયર્ન ૦.૧ મિલીગ્રામ
- વિટામીન એ ૨૦.૭ એમસીજી