કપલે ૭૦૦ વર્ષ જૂની ટેકનીકથી બનાવ્યું માટીનું ઘર, કિંમત જાણીને રહી જશો હેરાન

એક કપલે એવો નિર્ણય લીધો કે એ મહારાષ્ટ્રના વાઘેશ્વર ગામમાં પોતાના એક ફાર્મહાઉસ બનાવશે, જે વાંસ અને માટીથી બનશે. જોકે, ગામના લોકોએ એમને જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણો વરસાદ થાય છે, જેના લીધે એમનું ઘર પાણીમાં વહી જશે.



સૌ કોઈનું સપનું હોય છે કે એનું પણ પોતાનું ઘર હોય. આપણે સૌ જાણીએ છે કે ઘર બનાવવું સરળ કામ નથી. એના માટે ઘણી મહેનત લાગે છે. લોકો પોતાના આ સપનાને પૂરા કરવા માટે લોન લે છે, તો કેટલાક લોકો પાસે એની પણ મદદ નથી હોતી, અને એમની આ ઈચ્છા પૂરી નથી થતી. અત્યારે એક કપલનું ઘર ઘણું ચર્ચામાં છે. આ ઘર જોયા પછી લોકો ફક્ત હેરાન થઇ રહ્યા છે એટલું જ નહીં, પરંતુ એનાથી પ્રેરિત પણ થઇ રહ્યા છે. વાત એવી છે કે આ કપલે પોતાને હાથે માટીનું એક ઘર બનાવ્યું છે, જે બે માળનું છે, અને ખૂબ જ ખૂબસૂરત છે. તો આવો જાણીએ એના વિષે.



વાત એવી છે કે આ કપલ પુણે રહે છે, જેમનું નામ યુગા અખારે અને સાગર શિરુડે છે. બંને એ એક દિવસ બેસીને પ્લાન કર્યો હતો કે એ મહારાષ્ટ્રના વાઘેશ્વર ગામમાં પોતાનું એક ફાર્મહાઉસ બનાવશે, જેમાં એ વાંસ અને માટીનો ઉપયોગ કરશે, જોકે ગામના લોકો એ એમને જણાવ્યું કે આ વિસ્તારમાં ખૂબ જ વરસાદ આવે છે, જેના લીધે એમનું ઘર પાણીમાં વહી જશે, પરંતુ તેમ છતાં તેઓ પોતાની વાત પર અડગ રહ્યા.



એક વેબસાઇટના રીપોર્ટ અનુસાર, બંને એ એક જ કોલેજથી શિક્ષણ લીધું છે, અને પછી એક સાથે સાગા એસોસિએટસ નામની ફર્મ શરુ કરી. બંને વ્યવસાયે આર્કિટેક્ટ હતા, અને એમણે ઘણી બિલ્ડિંગો અને સંસ્થાનોને ડીઝાઈન કર્યા. પરંતુ હવે જે સામે આવ્યું છે એ છે એમના દ્વારા માટીથી બનાવેલ ઘર જે બંને માટે ઘણું ખાસ છે. એમણે આ ઘરનું નામ પણ ‘મીટ્ટી મહલ’ રાખ્યું છે. જેવું કે એમણે એમને ગામના લોકોએ જણાવ્યું હતું કે તુફાન સમયે એમનું આ ઘર વહી જશે, પરંતુ એવું કાઈ થયું નહીં એમના ઘરમાં પાણી ઘૂસ્યું પણ નહિ અને ઘર પાણીમાં વહી પણ ના ગયું.



તમે એ વાત જાણીને હેરાન થશો કે બંને એ પોતાના આ ઘરમાં ફક્ત ૪ લાખ રૂપિયા લગાવ્યા છે. એ પછી એમનો આ ‘મીટ્ટી મહેલ’ તૈયાર થયો. પોતાના આ ઘરમાં એમણે લોકલ મટીરીયલનો ઉપયોગ કર્યો અને ઘણી વસ્તુઓને રીસાઈકલ પણ કરી. કપલે જણાવ્યું કે અમે આ ઘર બનાવવા માટે વાંસ, લાલ માટી અને ઘાસનો ઉપયોગ કર્યો છે. ઘર માં વપરાયેલ માટીમાં એમણે ભૂસો, ગોળ અને હરડના છોડનો રસ ઉમેર્યો છે. એ પછી લીમડો, ગૌમૂત્ર અને છાણનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે જઈને માટીથી ઇંટો, અને બામ્બુને ચોંટાડવામાં આવ્યા અને મજબૂત ઘર બન્યું.





પોતાના ઘરને ખતરનાક મોસમથી બચાવવા માટે એમણે બોટલ અને ડોબ ટેકનીકનો ઉપયોગ કર્યો છે. આ ટેકનીક લગભગ ૭૦૦ વર્ષ જૂની છે, એમાં લાકડાની કે વાંસની પટ્ટીઓની ભીની માટી સાથે જોડવામાં આવે છે. જેનાથી એ સરળતાથી જોડાઈ જાય છે. આ ઘરની દીવાલો પણ ગરમીની ઋતુમાં ઠંડી રહે છે અને ઠંડીની ઋતુમાં ગરમ રહે છે.