ટીઆરપી લિસ્ટમાં સતત ટોપ પર છવાયેલી સીરીયલ ‘અનુપમા’ માં અત્યાર સુધીનો સૌથી મોટો અને દુઃખદ વળાંક આવવાનો છે કારણકે હવે શો માં સૌ કોઈ અનુજ કપાડિયા અને અનુપમાના લગ્ન અને સુંદર પ્રેમ કહાનીની રાહ જોવે છે. પરંતુ હમણાં જ સેટ પરથી કેટલાક એવા ફોટા લીક થયા છે, જે જોઇને #MaAn દરેક ફેનને ઘણો આઘાત લાગશે કારણકે હવે અનુપમાના પ્રેમ અનુજ કપાડિયાબો અકસ્માત થવાનો છે.
શો માં આવશે સૌથી મોટો ટ્વીસ્ટ
આ ફોટા જોઇને સાફ જાણી શકાય છે કે અનુજ કપાડિયા હવે એક ગંભીર અકસ્માતના શિકાર થવાના છે. શો ના સેટથી લગભગ ૪ ફોટા સામે આવ્યા છે. આ ફોટામાં અનુપમા, અનુજ અને વનરાજ દેખાઈ રહ્યા છે. આં ફોટા જોઇને લોકોનું દિલ તૂટી ગયું છે. લોકો એને શો માંઅત્યાર સુધીનો સૌથી મોટો વળાંક જણાવી રહ્યા છે.
વનરાજની ભૂલને લીધે આ હાલતમાં છે અનુજ
એક ફોટો એવો પણ છે જેમાં વનરાજ અને અનુપમાની આંખોમાં આંસૂ છે. સામે હોસ્પિટલના બેડ પર અનુજ કપાડિયા બેભાન હાલતમાં સુતેલ છે. અહિયાં વનરાજ, અનુપમાની આગળ હાથ જોડીને માફી માંગતા દેખાઈ રહ્યા છે. જેની પરથી લાગી રહ્યું છે કે કદાચ આ એની ભૂલનું જ પરિણામ છે.
અનુપમા થઇ પરેશાન
આ ફોટામાં જીવન અને મોત વચ્ચે જંગ લડતા અનુજના શરીર પણ ઘણા ઘાવ દેખાઈ રહ્યા છે. તો અનુજની આવી હાલત જોઇને અનુપમા પણ પરેશાન છે. એવું લાગી રહ્યું છે કે શો માં થયેલા અકસ્માતમાં અનુપમા પણ અનુજ સાથે હશે કારણકે એક નાનો ઘાવ અનુપમાના ચહેરા પર પણ દેખાઈ રહ્યો છે.
હવે શું થશે #MaAn નું ?
આ ફોટા જોયા પછી સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આખરે #MaAn ની પ્રેમ કહાનીનું શું થશે. શું અનુજ કપાડિયાનો રોલ શો માં ખત્મ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે? કે પછી આ અકસ્માત પછી આ બંને અલગ થઇ જશે? કે પછી વનરાજે જાણી જોઇને અનુપમાને ફરીથી મેળવવા માટે અકસ્માત કરાવ્યો છે? આ બધા સવાલોના જવાબ તો આવનારા દિવસોમાં જ મળશે.