અનુજ કપાડિયા સાથે લગ્ન કરવા માટે અનુપમા મૂકશે આટલી મોટી શરત, ચકિત થઇ જશે બંને

અનુપમા અનુજ કપાડિયાને પસંદ કરવા લાગી છે. આ વાતની શંકા માલવિકાને છે. એવામાં એ અનુજને અનુપમા સાથે લગ્ન માટે પ્રપોઝ કરવાનું કહેશે. એ પછી અનુપમા માલવિકા સામે શરત મૂકશે.

માલવિકાની ‘અનુપમા’સીરીયલમાં એન્ટ્રી થવાથી શો ની કહાનીમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. પણ આવનારા એપિસોડમાં અનુજ અને અનુપમાની લગ્નની વાત થશે. ખાસ વાત એ છે શો માં માલવિકા અનુપમા સામે અનુજ સાથે લગ્નની વાત કહેશે. એ પછી અનુપમા માલવિકા સામે એક શરત મૂકશે. એવામાં જોવાનું રસપ્રદ થશે કે માલવિકા આ શરત માનશે કે નહીં.

અનુપમા મૂકશે માલવિકા સામે આ શરત

માલવિકા અનુજને કહેશે કે તે હજી સુધી અનુપમાને લગ્ન માટે પ્રપોઝ નથી કર્યું? શો માં આવનારા એપિસોડમાં તમે જોશો કે અનુપમા ઘણા વિચારો કરીને લગ્ન માટે માલવિકા સામે શરત મૂકશે.


માલવિકા પાસે માંગશે વચન

અનુપમા માલવિકા ને કહેશે કે એ એને વચન આપે કે એ ક્યારેય પણ પોતાના પરિવારને છોડીને નહીં જાય. જો એ વચન આપવા તૈયાર છે તો એ અનુજ સાથે લગ્ન કરી શકે છે. માલવિકા આ શરત માનશે કે નહીં અને અનુજ અનુપમા ના લગ્ન થશે કે નહિ એ આવનારા એપિસોડમાં જાણવા મળશે.

માલવિકા અનુજને કહેશે અનુપમાનો ચમચો

આવનારા એપિસોડમાં માલવિકા અનુજને અનુપમાનો ચમચો કહીને પણ બોલાવશે. વાત એવી છે કે, વનરાજ અને માલવિકા અનુજની ઓફિસે જાય છે. જ્યાં એમની મુલાકાત અનુપમા સાથે થાય છે. આ દરમિયાન આ ચારેય એકબીજા સાથે બિજનેસને લઈને વાત કરે છે. ત્યારે કોઈ વાત પર અનુજ અનુપમા માટેપોતાની સહમતી વ્યક્ત કરે છે. એની પર માલવિકા અનુજને કહે છે કે તું અનુપમાની કઈ વાત પર અસહમત થાય છે? એ પછી એ અનુજને અનુપમાનો ચમચો કહીને બોલાવે છે.


અનુપમા વનરાજને કહેશે દિલની વાત

એ પછી અનુપમા અને વનરાજ એક સાથે બેસીને વાત કરશે. આ દરમિયાન અનુપમા અનુજને પ્રેમ કરે છે, એ વાત કહેતા કહેતા વનરાજની સામે અટકી જશે. એવામાં જોવાનું રસપ્રદ એ રહેશે કે આવનારા એપિસોડમાં અનુપમા પોતાના દિલની વાત વનરાજને કહી શકશે કે પછી એ પોતાના દિલની વાત સીધું અનુજને જ કહેશે.