શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને દ્રાક્ષના પોશાકનો શણગાર, એક ક્લિકમાં કરો દર્શન

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન દાદાને શનિવાર નિમિત્તે દ્રાક્ષના પોશાકના શણગારની સાથે સિંહાસનનો લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો. એકાદશી શનિવાર નિમિત્તે સાળંગપુર ખાતે હનુમાન દાદાને દ્રાક્ષનો શણગાર કરાયો હતો.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી અને શનિવારના નિમિત્તે દ્રાક્ષના પોશાકનો શણગાર કરાયો હતો. સાથે જ તેઓના સિંહાસનને પણ લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષનો અન્નકૂટ બપોરે ધરાવાયો હતો. આરતીમાં લીલી, કાળી વિવિધ પ્રકારની દ્રાક્ષ ધરાવવામાં આવી હતી. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.