અમિતાભ બચ્ચનએ જોયું હતું એયરક્રાફ્ટ ઉડાવવાનું સપનું, પરંતુ એમના પગે પૂરું ના થવા દીધું સપનું

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વિષે ફેન્સને જેટલી માહિતી મળે છે એટલી ઓછી છે. એમના જીવનના એવા ઘણા ના સાંભળેલા પહેલું છે જે લોકો સામે નથી આવ્યા. પરંતુ કોઈ શો માં કે ઈન્ટરવ્યુંમાં ખુદ બિગબી એ પોતાના જીવન સાથે જોડાયેલા આ તથ્યો સામે લાવતા રહે છે. સોશ્યલ મીડિયા પર પણ અમિતાભ બચ્ચન ઘણા સક્રીય રહે છે.

આજે અમિતાભ બચ્ચનએ પોતાની અદાકારીના દમ પર કરોડો લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. એમને એક્ટિંગના માસ્ટર કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન એ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પરંતુ શું તમને ખબર છે કે બિગબી એક એક્ટર નહિ પાયલટ બનવા ઇચ્છતા હતા.દશકોથી મહાનાયક અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. અમિતાભ બચ્ચન મુજબ, તેઓ એયરફોર્સ જોઈન કરવા ઇચ્છતા હતા અને પ્લેન ઉડાવવા ઇચ્છતા હતા, પરંતુ એમનું આ સપના વધારે સમય ના ટક્યું, અને તૂટી ગયું. આ દરમિયાન અમિતાભ બચ્ચનએ એ પણ જણાવ્યું કે એ પોતાના આં સપનાને માં ને કારણે પૂરું ના કરી શક્યા, કારણકે એમની માં ઘણી ડરતી હતી. બાળપણના આ સપનમાં એ પણ વિચારતા હતા કે એ આખરે એયરપ્લેનની અંદર ઘુસશે કેવી રીતે?અમિતાભ બચ્ચને પોતાના શો કૌન બનેગા કરોડપતિમાં એક સ્પર્ધકે જણાવ્યું કે જયારે હું બાળક હતો, તો બાળપણમાં એયરફોર્સ જોઈન કરવા અને પાયલટ બનવાનું સપનું જોતા હતા. પરંતુ એ સમયે મારી માં ને ડર લાગતો હતો કે એ હવાઈજહાજ ઉડાવશે કેવી રીતે? પરંતુ એક વાત મને પણ લાગતી હતી કે મારા પગ લાંબા છે તો હું પ્લેનમાં અંદર જઈશ કેવી રીતે?

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ૧૩ હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન ઘણી સીઝનથી એ હોસ્ટ કરી રહ્યા છે. એમના લીધે જ આ શો આસમાની બુલંદીઓ પર પહોંચી ઘયો છે.તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૬૯ માં અભિનેતા અમિતાભ બચ્ચન એ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. એમણે ૧૯૬૯ માં મૃણાલ સેનની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ભુવન શોમ’ થી એક વોઈસ નેરેટર તરીકે શરુઆત કરી હતી. ૭૦ ના દશકમાં અમિતાભ બચ્ચન એ જોરદાર સ્ટારડમ મેળવ્યું અને એ સમયે તેઓ ‘એન્ગી યંગ મેન’ ના નામે મશહૂર થયા.

એ પછી એમણે ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું અને બોલીવુડના શહેનશાહ, મહાનાયક અને મેગાસ્ટાર જેવું ઉપનામ મેળવ્યું. આજે એમની પાસે બધું જ છે જે એક અભિનેતાનું મેળવવાનું સપનું હોય છે.ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન ૭૯ વર્ષની ઉંમરમાં આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. એમના કામની વાત કરીએ તો એમની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. એમની આવનારી ફિલ્મોમાં ‘ઝુંડ’, ‘બટરફ્લાય’. ‘મેડે’, ‘ગુડબાય’, ‘ઊંચાઈ’ અને નાગ અશ્વિનની પણ એક ફિલ્મ શામેલ છે. એમની ઇમરાન હાશમી સાથે ફિલ્મ ચેહરે પણ રિલીજ થઇ ચુકી છે.

અત્યારે એમણે ફિલ્મ ગુડબાયનું શુટિંગ પૂરું કર્યું છે. હવે એ જલ્દી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’ માં દેખાશે. એ સિવાય એમની પાસે ઘણી ફિલ્મો છે. અત્યારે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ૧૩ હોસ્ટ કરતા દેખાઈ રહ્યા છે.