ફિલ્મો પહેલા કોલસાની ખાણમાં નોકરી કરતા હતા અમિતાભ બચ્ચન, જૂના દિવસ યાદ કરી આવી ગયા આંસૂ

સદીના મહાનાયક, બોલીવુડમાં શહેનશાહ અમિતાભ બચ્ચનનો જાદૂ હજી એવો ને એવો જ છે. અમિતાભ બચ્ચનનું ફિલ્મી કરિયર સુપર ડુપર હિટ રહ્યું. પોતાના સમયના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આજે પણ દુનિયા એટલું જ પસંદ કરે છે જેટલા પહેલા લોકો કરતા હતા. આટલી ઉંમર થયા પછી પણ લોકો અમિતાભ બચ્ચનની એક્ટિંગના દીવાના છે. એમણે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી પરંતુ આ સ્થાને પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરી ત્યારે તેઓ આટલા મુકામ પર પહોંચ્યા છે.



જો ફિલ્મ કાલા પથ્થરની વાર કરીએ તો એ ૧૯૭૯ માં રિલીજ થઇ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પૂર્વ નેવી કેપ્ટનનું પાત્ર ભજવ્યુ હતું. જે પોતાનું અતીત ભૂલાવવા માટે કોલસાની ખાણમાં કામ કરે છે. ફિલ્મમાં અમિતાબ બચ્ચન સિવાય શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, સંજીવ કુમાર, રાખી, પરવીન બાબી, નીતૂ સિંહ, પ્રેમ ચોપડા દેખાયા હતા.



અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલા પથ્થરને ૪૨ વર્ષ પૂરા થયા છે. આ અવસરે બિગબી એ સોશ્યલ મીડિયા પર પોતાના સાથે જોડાયેલી રોચક માહિતી આપી. અમિતાભે પોતાની પહેલી નોકરીનો ઉલ્લેખ કર્યો જયારે એ કોલસાની ખાણમાં કામ કરતા હતા.

કાલા પથ્થરને ૪૨ વર્ષ પૂરા થતા અમિતાભે કર્યો આ ખુલાસો



કાલા પથ્થર ફિલ્મની પોસ્ટર ઈમેજનો કોલાજ શેર કરી અમિતાભ બચ્ચને લખ્યું – કાલા પથ્થરને ૪૨ વર્ષના પૂરા થઇ ગયા છે. ઓહ, ઘણો સમય થઇ ગયો… અને આ ફિલ્મ સાથે ઘણા અંગત અનુભવો જોડાયેલા છે. જયારે હું કલકતા કંપનીમાં કોલ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, ફિલ્મોમાં આવતા પહેલા મારી પહેલી નોકરી. ધનબાદ અને આસનસોલમાં કોલસા ખાણમાં હકીકતમાં કામ કર્યું.

ફિલ્મ કાલા પથ્થરની વાત કરીએ તો



આ ફિલ્મ ૧૯૭૯ માં રિલીજ થઇ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એ પૂર્વ નેવી કેપ્ટનનો રોલ કર્યો હતો કે જે પોતાનું અતીત ભૂલાવવા માટે કોલસા ખાણમાં કામ કરે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, સંજીવ કપૂર, રાખી, પરવીન બાબી, નીતૂ સિંહ, પ્રેમ ચોપડા મુખ્ય રોલમાં દેખાયા હતા. આ એક્શન ડ્રામા યશ ચોપડાએ ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. સ્ક્રીન પ્લે સલીમ જાવેદે લખ્યું હતું.

આ ફિલ્મ ક્રિટીક્સને ઘણી ગમી હતી



આ ફિલ્મને કલ્ટ ફિલ્મમાં શામેલ કરવામાં આવે છે. પોતાના એક જૂના ઈન્ટરવ્યુંમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે એ ફિલ્મોમાં આવતા પહેલા ખાણમાં કામ કરતા હતા. એમણે કહ્યું હતું – ઓછા લોકો જાણે છે કે મારી પહેલી નોકરી ૧૯૬૨ માં કોલકાતામાં હતી. મેં ૭ -૮ વર્ષ સુધી કોલસા ખાણમાં કામ કર્યું છે. ગયા વર્ષે કેબીસીમાં પણ બિગબી એ એક સ્પર્ધક સાથે વાતચીતમાં કોલસા ખાણમાં કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી એક્ટિંગની શરુઆત કરી હતી.