મુંબઈના શહંશાહ સોશ્યિલ મીડિયા પર સૌથી વધારે એકટીવ રહેવાવાળા અભિનેતાઓ માંથી એક છે. બિગ બી મતલબ કે અમિતાભ બચ્ચન સોશ્યિલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે ફિલ્મોથી જોડાયેલા કિસ્સાઓ શેર કરતા હોય છે અને એક વાર પાછા અમિતાભ બચ્ચન એવું કરતા નજર આવ્યા હતા. અમિતાભ બચ્ચનએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિલ્મીથી જોડાયેલો એક જૂનો કિસ્સો શેર કર્યો હતો, જેમાં એમણે કીધું કે ફ્લિમમાં કઈ રીતે મજબૂરીમાં શર્ટ બાંધીને પહેરવો પડ્યો હતો અને લોકોએ આને અમિતાભ બચ્ચનની સ્ટાઈલ સમજી લીધી હતી. ત્યાર બાદ લોકોએ અમિતાભ બચ્ચનનાએ લૂકને ખુબ કોપી કર્યો હતો
અમિતાભ બચ્ચનએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા એક મેસેજ લખ્યો હતો, જેમા તેમણે આ લૂક પાછળની આખી કહાની લખી હતી. ફોટોમાં અમિતાભ બચ્ચન બ્લુ શર્ટ અને લાઈટ બબ્લુ પેન્ટમાં દેખાય રહ્યા છે. શર્ટને કમર ઉપર બાંધેલો છે. એ સમયમાં લોકોએ બિગ બીનો આ લૂક ખુબ પસંદ કર્યો હતો અને લોકોએ આ લૂકને ખુબ કોપી કર્યો હતો. બિગ બીનો આ લૂક એમની ફિલ્મ ‘દીવાર’માં જોવા મળ્યો હતો. આ લૂકની પાછળની કહાની કેહતી વખતે અમિતાભ બચ્ચનએ બધા લોકોને હેરાન કરી દીધા છે.

લૂકની પાછળની કહાની શેર કરતા અમિતાભ બચ્ચન લખે છે – ‘ એ પણ દિવસો હતા મારા દોસ્ત… અને નોર્ડ શર્ટ.. એની પાછળ એક કહાની છે. શૂટનો પહેલો દિવસ હતો અને શોટ તૈયાર હતો. કેમેરો પણ રોલ થઈ ગયો હતો અને પછી ખબર પડી કે શર્ટ લાંબો હતો. ગોઠણથી પણ નીચે સુધીનો હતો શર્ટ. નિર્દેશક બીજો શર્ટ અથવા અભિનેતાને બદલવાનો ઇન્તજાર કરી શકે એમ નોહતા, જેના કારણે મારે શર્ટને ગાઢ મારીને બાંધવો પડ્યો…’.

બિગ બીની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરતા ફેન્સ કહે છે કે બધા લોકોએ આ લૂકને કોપી કર્યો હતો. કોમેડિયન અને એક્ટર સુનિલ ગ્રોવરે આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કીધું હતું કે એમણે પણ અમિતાભ બચ્ચનનો આ લૂક કોપી કર્યો હતો. સુનિલ ગ્રોવરએ કોમેન્ટ કરીને કીધું હતું કે – ‘આપણે બધાએ આ લૂકને કોપી કર્યો હતો’. આ સમય દરમિયાન અમિતાભ બચ્ચન ‘કોન બનેગા કરોડપતિ’ સીસન 13ના શૂટમાં વ્યસ્ત હતા.