અમિતાભ બચ્ચને આ અભિનેત્રીને ભાડે આપ્યું પોતાનું આલીશાન ઘર, ભાડું સાંભળી ચકરાઈ જશે માથું

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનએ પોતાનો મુંબઈવાળો આલીશાન ડુપ્લેક્સ ફ્લેટ ભાડે આપી દીધો છે. અમિતાભ બચ્ચનનું આ ઘર અભિનેત્રી કૃતિ સેનને ભાડે લીધું છે. કૃતિ સેનન જલ્દી જ અમિતાભ બચ્ચનના ઘરમાં શિફ્ટ થવાની છે. રીપોર્ટનું માનીએ તો અભિનેત્રીએ કરોડો રૂપિયા ભાડા તરીકે અમિતાભ બચ્ચનને આપવા પડશે.



રીપોર્ટસ પ્રમાણે, કૃતિ સેનન જે ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે, એ મુંબઈના અંધેરી વેસ્ટમાં લોખંડવાલા રોડ પર એટલાન્ટીસ બિલ્ડીંગમાં છે. બિલ્ડીંગ માં ૨૭ અને ૨૮ માં માળે આવેલ ડુપ્લેક્સ ફ્લેટ ખૂબ જ આલીશાન છે. કૃતિ સેનનને આ ફ્લેટ સાથે ચાર ગાડીઓ માટે પાર્કિંગની જગ્યા પણ મળી છે. અભિનેત્રીએ અમિતાભ બચ્ચન પાસેથી આ ઘર બે વર્ષ માટે ભાડે લીધું છે.



રીપોર્ટ પ્રમાણે કૃતિ સેનનને દર મહીને ૧૦ લાખ રૂપિયા ભાડા તરીકે આપવા પડશે એટલે કે આખા વર્ષનું ૧ કરોડ ૨૦ લાખ રૂપિયા. સાથે જ અભિનેત્રી એ સિક્યોરીટી તરીકે ૬૦ લાખ રૂપિયા ચુકવ્યા છે. કરોડોની કિંમતનો આ ફ્લેટ અમિતાભ બચ્ચનએ વર્ષ ૨૦૨૦ માં ખરીદ્યો હતો. બોલીવુડ સુપરસ્ટાર ડુપ્લેક્સ ફ્લેટ ખરીદવા માટે લગભગ ૩૧ લાખ કરોડ ખર્ચ્યા હતા.



કૃતિ સેનન ના કામની વાત કરીએ તો અભિનેત્રીએ તેલુગુ સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. એ પછી એમણે ‘બરેલી કી બર્ફી’ થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીની વર્ષ ૨૦૨૧ માં ફિલ્મ ‘મિમી’ રિલીજ થઇ હતી.