બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આખી દુનિયાને સાચા અને ખોટામાં ફર્ક કરવું બખૂબી શીખવાડે છે. પરંતુ પોતાના દીકરા અભિષેક બચ્ચનના જન્મ પર એમણે એવું કામ કર્યું હતું, જેના માટે તેઓ આંજે પણ અફસોસ કરે છે. એમની ભૂલથી હોસ્પિટલના ડોકટરો અને નર્સોની નોકરી જતા જતા બચી હતી. જી હા, આ વાત સાચી છે. આવો આજે તમને જણાવીએ શું છે આખી વાત?
બિગબી ની એક ભૂલે બધાને મૂકી દીધા મુશ્કેલીમાં
કદાચ જ તમને એ વાત ખબર હશે કે પોતાના દીકરા અભિષેક બચ્ચનના જન્મ થવાની ખુશીમાં અમિતાભ બચ્ચને એવું કામ કર્યું હતું જે એટલું ખોટું હતું કે એના લીધે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એટલું જ નહીં, અમિતાભને એ કામ માટે કોઈ અફસોસ નહતો, પરંતુ આજે એમને પોતાના આ કામનો ઘણો અફસોસ થાય છે.
ખુશીમાં ડોકટરો નર્સોને પીવડાવી શરાબ
ખુદ અમિતાભ એ એક ઈન્ટરવ્યુંમાં આ વાત વિષે ખુલાસો કરતા કહ્યું કે મારા દીકરા અભિષેક ના જન્મ થતા જયારે ડોકટરોએ મને જણાવ્યું કે દીકરો થયો છે, તો હું ખુશીમાં બધુ ભૂલી ગયો, અને આ ખુશીમાં મેં એ ડોક્ટર અને એમની સાથે કામ કરતી નર્સને વાઈન પીવડાવી દીધી. અમિતાભે કહ્યું,’મારી આ ભૂલના લીધે એ ડોક્ટર અને નર્સની નોકરી જતા જતા બચી હતી, કારણકે કોઈ એ એમની ફરિયાદ કરી દીધી હતી કે ફરજના સમયે એમણે શરાબ પીધી છે.
બિગબીના આ વર્તનથી જવાની હતી નોકરી
બિગબી એ જણાવ્યું કે મારી આ હરકતથી જયારે ડોકટરોની નોકરી પર જોખમ આવી ગયું, ત્યારે મેં ખુદ હોસ્પિટલ જઈને પ્રશાસન સાથે ત્યાં વાત કરી અને માફી માંગતા એ લોકોની નોકરી બચાવી. એટલું જ નહીં, બિગબી એ એવું પણ જણાવ્યું કે એમની દીકરી શ્વેતા પછી અભિષેકના જન્મથી તેઓ એટલા ખુશ થઇ ગયા હતા કે એમને કાઈ ભાન ના રહ્યું અને એ ખુશીમાં એ સાચું ખોટું ભૂલી ગયા. એમણે પોતાના ડ્રાઈવરથી લઈને નોકર સુધી સૌ કોઈને ખૂબ જ પૈસા આપ્યા અને મીઠાઈ પણ વહેંચાવડાવી.
બચ્ચન પરિવારનો આ છે સિદ્ધાંત
બિગબીને હવે અહેસાસ થાય છે કે એ દિવસે હોસ્પિટલના નિયમો તોડવા નહતા જોઈતા, અને સાથે જ એમનું એવું પણ કહેવું હતું કે કોઈ પણ નિયમ તોડો એ એક સારા નાગરિકની નિશાની નથી હોતી. એટલે ક્યારેય ભૂલમાં પણ નિયમો તોડવા ના જોઈએ. જોકે તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવારનો એક સિદ્ધાંત છે કે જ્યારે પણ તેમની સાથે કંઈ ખાસ થાય છે ત્યારે આખા ઘરના લોકોને દાવત આપવામાં આવે છે.