આપણા દેશમાં લોકો સ્ત્રીઓને આગળ વધતા રોકવાની બનતી કોશિશ કરતા હોય છે કારણ કે લોકો 21મી સદીમાં પણ જૂની વિચારધારા સાથે જીવે છે. જૂની વિચારધારા વાળા લોકો આજે પણ વિચારે છે કે સ્ત્રીઓએ નોકરી નહિ કરવી જોઈએ અને સ્ત્રી ખાલી ઘર-પરિવાર સંભાળવા માટે જ હોય. આજે આપણે આ લેખના માધ્યમથી એક એવી મહિલાની કહાની જોવાની છે કે વારંવાર અસફળ થવા પછી કોશિશ કરતી રહી. તો ચાલો જોઈએ.
આ કહાની છે તામિલનાડુની રહેવાસી આઈપીએસ એન.અંબિકાની. તમને જાણીને હેરાની થશે કે જયારે એ 14 વર્ષની હતી ત્યારે તેના પરિવારે તેના લગ્ન કરાવી દીધા હતા. અંબિકાના પતિ એક પોલીસે હવાલદાર હતા. અંબિકાના જીવનમાં એક દિવસ એવો આવ્યો જયારે અંબિકા પોતાના પતિ સાથે ગણતંત્ર દિવસ પર પરેડ જોવા ગઈ હતી, તો અંબિકાએ જોયું કે તેના પતિ મોટા અધિકારોને સલામ કરતા હતા. આ જોઈને અંબિકાને આશ્ચર્ય થયો અને સાથે થોડું અજીબ પણ લાગ્યું હતું.
ત્યાર બાદ અંબિકાએ પોતાના પતિને પૂછ્યું કે કોણ હતા એ લોકો અને તમે એને સલામ કેમ કરતા હતા? ત્યારે તેના પતિએ કહ્યું કે એ આઈપીએસ ઓફિસર હતા. આઈપીએસ ઓફિસર બનવા માટે ખુબ મુશ્કેલ પરીક્ષા પાસ કરવી પડે છે. પોતાના પતિની આ વાત સાંભળીને અંબિકાએ નક્કી કર્યું કે હવે એ પોતાને એટલી કાબિલ બનાવશે કે એ પરીક્ષા પાસ કરી શકે અને આઈપીએસ ઓફિસર બનીને જ રહેશે. જેમ કે તમે જાણો છે કે અંબિકાના 14 વર્ષની ઉમરમાં લગ્ન થઈ ગયા હતા, જેના કારણે અંબિકાનું ભણતર અધૂરું રહી ગયું હતું. 18 વર્ષની ઉમરમાં અંબિકા બે છોકરીની માં બની ગઈ હતી. પંરંતુ અંબિકાએ નક્કી કર્યું હતું એને આઈપીએસ ઓફિસર બનવાથી કોઈ રોકી નહિ શકે.
અંબિકા ધોરણ 10માં ફેલ થઈ હતી, એટલે અંબિકાએ પહેલા પ્રાઇવેટ કોચિંગથી ધોરણ 10 પાસ કર્યું અને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. અંબિકા ચેન્નાઇમાં રહીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેના પતિ નોકરીની સાથે-સાથે બે છોકરીનું ધ્યાન પણ રાખતા હતા. એક માં માટે પોતાની સંતાનથી દૂર રેહવું ખુબ મુશ્કેલ હોય છે, પણ અંબિકાએ આઈપીએસ ઓફિસર બનવા માટે આનો પણ ત્યાગ કર્યો હતો.

એન. અંબિકાને આઈપીએસ ઓફિસર બનવામાં ઘણો સમય લાગી ગયો હતો. અંબિકા UPSCની પરીક્ષા પાસ કરવામાં ત્રણ વાર નિષ્ફળતા મળી હતી. પરીક્ષામાં ત્રણ વાર નિષ્ફળતા મળતા તેના પતિએ તેને ઘર પાછું આવાનું કીધું હતું પણ અંબિકાએ હાર નહિ માની અને અંબિકાએ ચોથી વાર પરીક્ષા આપી. ચોથી વારમાં અંબિકાની મેહનત રંગ લાવી અને 2008માં પરીક્ષા પાસ કરીને આઈપીએસ ઓફિસર બની હતી. અંબિકાની આ કહાની આપણા દેશના બધા યુવાનો માટે એક પ્રેણા બની છે.