પેટ્રોલનું ટેન્શન થયું ખત્મ, આવી ગઈ કમાલની ઇલેક્ટ્રિક બાઈક, સિંગલ ચાર્જમાં ફરો ૧૬૦ કિમી

મિત્રો જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમત જડપથી વધી રહી છે એનાથી લોકોના ખીસા પર અસર પડી રહી છે. એવામાં તમે તમારી સમસ્યાને ઓછી કરવા માટે ઇલેક્ટ્રિક બાઈક વાપરી શકો છો. આ બાઇકથી તમારો પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ તો બચશે જ સાથે જ ગાડીથી થતું પ્રદૂષણ પણ ઘટશે.



છેલ્લા થોડા દિવસોમાં મેડ ઇન ઇન્ડિયા ટૂ વ્હીલર કંપની ‘ઈ બાઈક ગો’ એ ભારતના બજારમાં શાનદાર ઇલેક્ટ્રિક બાઈક (રગ્ડ ઈ બાઈક) રજૂ કરી હતી. ગ્રાહકોને આ ઇલેક્ટ્રિક બાઈક ખૂબ જ ગમી રહી છે. કંપનીને એક લાખથી વધારે બાઈકનું બુકિંગ મળી ચુક્યું છે. કંપનીનો દાવો છે કે ભારતીય બજારમાં આ સૌથી મજબૂત ઈ બાઈક છે.

ચાર કલરમાં છે આ ઇલેક્ટ્રિક બાઈક



રગ્ડ ઇલેક્ટ્રિક તો વ્હીલરને ચાર નવા કલર રેડ, બ્લૂ, બ્લેક અને રગ્ડ સ્પેશિયલ એડિશનમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં 3KW મોટર લાગેલી છે. કંપનીનું કહેવું છે કે ૩.૫ કલાકમાં એની બેટરી ફૂલ ચાર્જ થઇ જાય છે. સિંગલ ચાર્જ પર આ બાઈક ૧૬૦ કિમીની રેંજ આપે છે. જો સ્પીડની વાત કરીએ તો આ બાઈક ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ઇલેક્ટ્રિક બાઈકની બોડી સ્ટીલ ફ્રેમ અને ક્રેડલ ચેસિસથી બની છે. એમાં ૩૦ લીટર સ્ટોરેજ સ્પેસ છે, જયારે આ બાઈક પર ૧૨ સ્માર્ટ સેન્સર પણ લાગેલા છે. અત્યારે આ બે વેરયન્ટ G ૧ અને G ૧+ માં મળશે.

૪૯૯ રૂ. માં કરાવી શકો છો બુકિંગ



તમે પણ ૪૯૯ રૂ. ભરીને રગ્ડ ઈ બાઈક બુક કરાવી શકો છો. કંપનીનું માનીએ તો એને અત્યાર સુધી ૧ લાખ બાઈકનું બુકિંગ મળી ચુક્યું છે. કંપની તેજીથી ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરના ધંધા પર ધ્યાન આપી રહી છે. ઓફીશીયલ વેબસાઇટ પર આપેલ માહિતી મુજબ આ તમે ફક્ત ૪૯૯ આપીને પ્રી બુક કરવી શકો છો. એ રીફંડેબલ છે. રગ્ડ ઈ બાઈકની એક્સ શો રૂમ શરુઆતની કિંમત ૮૪૯૯૯ રૂપિયા છે. જયારે ટોપ મોડલની કિંમત ૧.૦૫ લાખ છે. આ બાઈકની ખરીદી પર તમે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવી રહેલ સબસીડીનો પણ લાભ ઉઠાવી શકો છો.