અમરનાથના દર્શન સિવાય આ રહસ્ય જાણીને રહી જશો દંગ, જાણો કયા કયા

ભારત દેશમાં હિન્દુ ધર્મને માનનારા લોકો વધારે છે અને હજારો મંદિર આવેલા છે. તેમાં લોકો અમરનાથના દર્શનને મહાન માને છે પરંતુ તમને 10 રહસ્યો ખબર છે?

અમરનાથની ગુફા 12756 ફૂટની ઉંચાઇએ આવેલી છે. તમારે અહી જવુ હોય તો શ્રીનગરથી 141 કિમી દુર જવુ પડે અને બાદમાં ત્યાંથી અમરનાથ જઇ શકાય છે.

કહેવામાં આવે છે કે કોઇ પણ ભક્ત અહીં આવીને અમરનાથના દર્શન કરે છે તેને શિવજી ચોક્કસપણે દર્શન આપે છે.

અમરનાથ પાછળની દંતકથા

એક ઋષિ અમરનાથમાં રહેતા હતા જેમણે બૂટા નામના એક મુસ્લિમ યુવકને કોલસાની થેલી આપી હતી તેણે ઘરે આવીને જોયુ તે તે થેલામાં સોનુ હતુ તે ઋષિનો આભાર માનવા માટે ગયો તો તેણે જોયુ કે ત્યાં એક ગુફા હતી અને તે અમરનાથની ગુફા તરીકે ઓળખવામાં આવે છે.

અન્ય એક દંતકથા

ઘણી દંતકથામાંથી એક કથા એવી છે કે શિવજી પાર્વતીજીને અમરત્વની કહાણી સંભળાવી રહ્યાં હતા અને તે દરમિયાન જ માતા પાર્વતીને ઉંઘ આવી ગઇ હતી. આ વાર્તા કબૂતરની જોડી સાંભળી ગઇ હતી જે અમર થઇ ગઇ હતી.

કુદરતી રીતે શિવલીંગની રચના થઇ છે તે જોઇને તો વૈજ્ઞાનિકો પણ અચંબિત થઇ ગયા છે. અમરનાથમાં 0 તાપમાન હોય છે પરંતુ યાત્રા દરમિયાન તેનુ તાપમાન 0થી ઉપર જોવા મળે છે.