આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીની નવી જન્મેલી દીકરીનું નામ છે ખૂબ જ સુંદર, અર્થ પણ છે ખાસ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા તાજેતરમાં એક પુત્ર બાદ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જો કે અંબાણી પરિવારના નવા સભ્યનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે આ કપલે દીકરીનું નામ જાહેર કર્યું છે, જેને જાણીને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. સાથે જ દંપતી દીકરીની ઝલક જોવા માટે આતુર છે. ચાલો તમને જણાવીએ કે આકાશ અને શ્લોકા અંબાણીની દીકરીનું નામ શું છે…

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગૌરવપૂર્ણ માતા શ્લોકા મહેતા અને પિતા આકાશ અંબાણીએ એક સત્તાવાર નિવેદાનમાં 31 મેના રોજ જન્મેલી તેમની પુત્રીનું નામ વેદા આકાશ અંબાણી રાખ્યું છે. નામના અર્થ વિશે વાત કરીએ તો, વેદા એ એક સંસ્કૃત નામ છે, જેનો અર્થ થાય છે “જ્ઞાન”.

ઓફિશિયલ સ્ટેટમેન્ટ વિશે વાત કરતાં લખ્યું હતું કે, “ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી પૃથ્વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે.”