કાજોલ સાથે લગ્ન કરવા માટે અજયે એના પહેલા બોયફ્રેન્ડ સાથે કરાવ્યું હતું બ્રેકઅપ, આવું હતું કારણ…

બોલિવૂડના અભિનેતા અજય દેવગન આજે એક મોટું નામ બની ગયું છે. દ્રશ્યમ અને સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મોએ અજય દેવગનને મોટા અને સફળ અભિનેતાની લિસ્ટમાં સામેલ કરાવી દીધા છે. અજય દેવગનએ આજથી 30 વર્ષ પહેલા ‘ફુલ ઓર કાંટે’ ફિલ્મથી બોલિવૂડમાં કદમ મુક્યો હતો. આ ફિલ્મની સફળતાએ અજય દેવગનને રાતો રાત એક સુપરસ્ટાર બનાવી દીધો હતો. ત્યાર બાદ અજય દેવગન અને કરિશ્મા કપૂરના સંબંધની ચર્ચા ખુબ ચાલી હતી. અજય દેવગન અને કરિશ્મા કપૂર બને પંજાબી અને ફિલ્મી બેકગ્રાઉન્ડથી હોવાના કારણે લોકોને એવું લાગતું હતું આ સંબંધને નામ જરૂર મળશે.આ સમય દરમિયાન અજયને સફળતા પર સફળતા મળી રહી હતી. અજય દેવગન સુહાગ, સરગમ, ધનવાન, દિલવાલે વગેરે ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવી રહ્યા હતા. અમુક મીડિયા રિપોર્ટરએ તો આ વાતનો પણ ખુલાશો કર્યો હતો કે ફિલ્મમાં સાથે કામ કરતી વખતે અજય દેવગન રવીના ટંડનની કલોઝ આવી ગયા હતા. પરંતુ કરિશ્મા કપૂર અજયની લાઈફમાં પહેલાથી હતી એટલે અજયએ રવિન ટંડનથી દૂરી બનાવી લીધી હતી. આ સમય દરમિયાન અજયને કાજોલની સાથે ફિલ્મ હલચલ ઓફર થઈ હતી. મીડિયા રિપોર્ટરનું માન્યે તો ફિલ્મ હલચલના શૂટિંગના સમય દરમિયાન અજયને કાજોલના રિલેશનશિપ વિશે ખબર પડી હતી.આ સમય દરમિયાન અજય અને કરિશ્માનું રિલેશન ખબર થવાનું ચાલુ થઈ ગયું હતું. એ સમય પર કાજોલ તેના બોયફ્રેન્ડ કાર્તિક મેહતાની સાથે રિલેશનમાં હતી, પણ અમુક કારણોથી કાજોલ તેના બોયફ્રેન્ડ કાર્તિક મેહતાથી ડિસ્ટર્બ પણ થઈ ગઈ હતી. લોકોનું એવું કેહવું છે કે શૂટિંગના સમય દરમિયાન અજય અને કાજોલનું બોન્ડિંગ સારું થઈ ગયું હતું અને આ કારણથી બને લોકો એક બીજા સાથે પોતાની પર્સનલ લાઈફ શેર કરતા હતા. કાજોલને એવું લાગતું હતું કે કાર્તિક તેની સાથે લોયલ નથી.આ વાતના કારણે કાજોલ સેટ પર ઉદાશ રહેતી હતી. આવા સમયમાં એક દોસ્ત હોવાના કારણે અજય કાજોલ સાથે સમય પસાર કરીને કાજોલનું મન હળવું કરતો હતો. ત્યાર બાદ કાજોલ અને અજય વચ્ચે એક નવો સંબંધ ચાલુ થયો જે દોસ્તીથી આગળ હતો. અજય અને કાજોલની પ્રેમકહાની જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી.થોડા સમય પછી પુરી ઇન્ડસ્ટ્રીમાં અજય અને કાજોલ એક કપલના રૂપમાં મશૂર થઈ ગયા હતા. જયારે અજય અને કાજોલના સંબંધની વાત કરિશ્મા સુધી પોચી તો કરિશ્માએ પોતાને અજયથી દૂર કરી લીધી હતી. એક બાજુ અજયથી કરિશ્મા દૂર થઈ ગઈ હતી અને બીજી બાજુ કાર્તિક કાજોલથી દૂર થઈ ગયો હતો, જેના કારણે અજય અને કાજોલનો સંબંધ વધારે મજબૂત થઈ ગયો હતો. ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ ના સમય દરમિયાન અજય અને કાજોલએ 1999 પારંપરિક મરાઠી સ્ટાઇલથી લગ્ન કરી લીધા હતા. હાલમાં કાજોલ અને અજયને બે છોકરો છે ન્યાસા અને યુગ.