તમે લગ્નપ્રસંગમાં જોયું હશે કે જયમાલા વખતે મિત્રો મજાક મજાકમાં વર અને કન્યાને ઉંચા કરી લે છે જેથી તેઓ એકબીજાને માળા જલ્દી ન પહેરાવી શકે. પરંતુ અહીં તો તમારે લગ્ન કરવા હશે તો બીજાની પત્નીની કાયદેસર ચોરી કરવી પડશે નહીંતર તમે લગ્ન નહી કરી શકો.
આવી જ એક વોદાબ્બે જનજાતિ છે જેમના સમાજમાં લગ્ન કરવા માટે પત્ની ચોરવી પડે છે.
વોદાબ્બે જનજાતિનો રિવાજ
પશ્ચિમી આફ્રીકામાં રહેનારી જાતિ વોદાબ્બેએ લગ્નને લઇને બનાવેલા રિવાજે સૌને હેરાન કરી દીધા છે. અહી લગ્ન કરવા માટે શખ્સે કોઇ અન્ય શખ્સની પત્નીની ચોરી કરવી પડે છે. આ પ્રકારે લગ્ન કરવા જ આ જનજાતિની ઓળખાણ છે.
લગ્ન કરવા બીજાની પત્ની ચોરવી જરૂરી
એક રિપોર્ટ અનુસાર અહી પહેલા લગ્ન મરજીથી કરાવવામાં આવે છે પરંતુ જો કોઇ બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો અન્ય પુરુષની પત્નીની ચોરી કરવી પડે છે. જે વ્યક્તિ બીજાની પત્નીની ચોરી નથી કરી શકતા તે બીજા લગ્ન પણ નથી કરી શકતા.
ગેરેવોલ ફેસ્ટિવલ
અહીના લોકો આ રિવાજને યોગ્ય ગણે છે અને તેના માટે જ ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં છોકરાઓ સજી ધજીને પોતાના ચહેરા પર રંગ લગાવે છે. તે બાદ તે ડાન્સ કરે છે અને અન્યની પત્નીઓને રિઝવવાની કોશિશ કરે છે.
સક્સેસ થયા બાદ થાય છે લગ્ન
આ દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે મહિલાના પતિને આ વાતની જાણ ન થઇ જાય. કોઇ મહિલા જો અન્ય પુરુષ સાથે ભાગી જાય છે તો બાદમાં બંનેને શોધીને તેમના લગ્ન કરાવી આપે છે. આ પરંપરા સૌથી અલગ છે.
મહિલા જજ લે છે પુરુષોનો ટેસ્ટ
ખાસ વાત તે છે કે ફેસ્ટિવલમાં મહિલા જજ બને છે જે પુરુષોની ખુબસુરતીનો ટેસ્ટ કરે છે. જે પુરુષ સૌથી આકર્ષક સાબિત થાય છે તેની સાથે મહિલા જજ ઇચ્છે તો પણ લગ્ન કરી શકે છે. ભલે તે મહિલા જજ પહેલાથી જ લગ્ન કરી ચૂકેલી હોય.