વર્ષો પછી છલકાયું શિલ્પા શેટ્ટીનું દર્દ, કહ્યું- ’ખરાબ લાગે છે જયારે ફિલ્મ ધડકન માટે મને…’

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ઉત્તમ ફિલ્મો આપી છે, જેમાંથી ફિલ્મ ધડકન બ્લોકબસ્ટર છે. ફિલ્મ ધડકન સૌ કોઈએ એક વાર જરૂર જોઈ હશે. ફિલ્મ ધડકનની કહાનીથી લઈને એક્ટિંગ સુધી બધું જ એકદમ ચોક્કસ હતું, પણ આજે શિલ્પા શેટ્ટીને આ ફિલ્મને લઈને એક અફસોસ થઇ રહ્યો છે. જી હા, શિલ્પા શેટ્ટીને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ધડકનને લઈને એક અફસોસ થઇ રહ્યો છે. જેનો ઉલ્લેખ એમણે જાહેરમાં કર્યો. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

શિલ્પા શેટ્ટીએ બોલીવુડમાં ઘણું નામ અને ફેમ કમાયું છે. પોતાના કરિયરના શરૂઆતના સમયમાં ફક્ત પોતાના અભિનયથી જ જાદૂ વિખેર્યો એટલું જ નહીં, પણ લોકોના દિલોમાં પણ રાજ કરવા લાગી. આજે ભલે શિલ્પા શેટ્ટી ફિલ્મો નથી કરતી, પણ નાના પડદા પર એ જોવા મળતી રહે છે અને એ જ કારણ છે કે આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે અને એમની ફિટનેસનો કોઈ જવાબ નથી, પણ હવે એમણે ફિલ્મ ધડકનને લઈને અફસોસ વ્યક્ત કર્યો છે, અને એ હવે સુધારી શકાય એમ નથી.

મેં ઘણું રીજેક્શન સહન કર્યું છે – શિલ્પા શેટ્ટીશિલ્પા શેટ્ટી એ કરિયરને લઈને કહ્યું કે શરૂઆતના સમયમાં મારે ઘણું રીજેકશન સહન કરવું પડ્યું છે, પરંતુ હું એનાથી ક્યારેય હારી નહીં, પરંતુ પોતાને નીખારતી ગઈ. યાદ કરવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ શાહરૂખની ફિલ્મ બાજીગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શિલ્પા માટે આ ફિલ્મ ઘણી મહત્વ ધરાવે છે કારણકે એમની પહેલી ફિલ્મ જ હિટ થઇ ગઈ હતી, છતાં પણ એક અફસોસ છે, અને એમના દિલમાં આજ સુધી છે અને હવે એમણે અત્યારે છેક જગજાહેર કર્યું છે.

ફિલ્મ ધડકન અને ફિર મિલેંગેને એવોર્ડ ના મળ્યો – શિલ્પા શેટ્ટીશિલ્પા શેટ્ટીએ આગળ કહ્યું કે મેં ફિલ્મ ધડકન અને ફિર મિલેંગે, જેવી હિટ ફિલ્મો કરી, પણ ક્યારેય મને એના માટે એક પણ એવોર્ડ નથી મળ્યો. એવામાં શિલ્પાનું કહેવું છે કે મને તો પહેલા એ જ નથી સમજાતું કે મને આટલી સારી ફિલ્મ કેવી રીતે મળી ગઈ? સાથેજ શિલ્પા એ કહ્યું કે એ સમયે મારા બ્લોન્ડ વાળ હતા, અને હું બ્લૂ લેન્સ અને લાલ લિપસ્ટિક લગાવતી હતી, અને એ મારા પર સારી લાગતી હતી, પરંતુ ક્યારેય પણ મને કોઈ એવોર્ડ ના મળ્યો. ખાસ તો ફિલ્મ ધડકન અને ફિર મિલેંગે માટે.

મને લોકોએ અભિનેત્રી તરીકે સ્વીકારી જ નથી – શિલ્પા શેટ્ટીફિલ્મ ધડકનને લઈને શિલ્પાને એવોર્ડ ના મળ્યો તો હવે એમણે કહ્યું કે કદાચ લોકોએ મને અભિનેત્રી તરીકે સ્વીકારી જ નથી અને હિટ ફિલ્મો કર્યા પછી પણ મારું કરિયર વધારે ના ચાલ્યું,પણ હવે મને દુઃખ નથી થતું, કારણકે મને લાગે છે કે હું એકદમ યોગ્ય દિશામાં છું અને હંમેશા સાચા રસ્તા પર જ ચાલી રહી છું. સાથે જ શિલ્પા એ કહ્યું કે રિજેકશનથી ઘબરાઓ નહીં, કારણકે એ તમને વધારે સારા બનાવે છે.