આપણે અક્સર જોતા હોય જે કે લોકોને રિયાલિટી શો સંબંધિત ઘણા બધા સવાલો હોય છે. હાલના સમયમાં એવો જ એક રિયાલિટી શો જે સોની ટીવી પર આવે છે જેનું નામ છે ઈન્ડિયન આઈડલ. હાલના સમયમાં રિયાલિટી શો ઈન્ડિયન આઈડલને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે ઈન્ડિયન આઈડલના એપિસોડ અનફોકસ્ડ નજર આવી રહ્યો છે.
સૌથી પેહલા કિશોર કુમારનો છોકરો અમિત કુમારે ઈન્ડિયન આઈડલ શો વિશે એક ખુલાસો કર્યો હતો, પછી સીસન 1 ના વીજેતા અભિજીત સાવંતએ કહ્યું હતું કે એ અભિનેતાઓની પ્રતિભાને ભૂલી જાય છે અને તેની ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલના સમયમાં સુનિધિ ચૌહાણ પણ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલને સંબંધીત ખુલાસા કરી રહી છે.
રિયાલિટી શો ઈન્ડિયન આઈડલના સીસન 5 અને 6 માં જ્જ રહી ચુકેલી સુનિધિ ચૌહાણએ એક ઈન્ટરવ્યૂમાં સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ શો સંબંધિત વાત કહી હતી. સુનિધિ ચૌહાણનું માનવું છે કે તેને શોના પ્રતિયોગીઓની તારીફ કરવાનું કહ્યું હતું. સુનિધિ ચૌહાણએ ત્યાર બાદ કહ્યું હતું કે હું આ વાત નહિ માનીશ, જેના કારણે સુનિધિ ચૌહાણને આ શો છોડવો પડ્યો હતો.

સુનિધિ ચૌહાણએ ઈન્ટરવ્યૂમાં મીડિયાની સામે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલનો ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યૂમાં સુનિધિ ચૌહાણએ કહ્યું હતું કે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલના મેકર્સએ મને શોના પ્રતિયોગીની ખોટી તારીફ કરવાનું કહ્યું હતું અને અગર હું આવું નહિ કરું તો મારે આ શો છોડવો પડશે.. રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સીસન 12ના વિવાદમાં નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીનું નામ સામે આવ્યું છે.

ઇન્ટરવ્યૂમાં સુનિધિ ચૌહાણએ કહ્યું હતું કે તેને નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દડલાનીને પ્રતિયોગીની ભૂલ બતાવતા તો જોયા જ નથી. સુનિધિ ચૌહાણએ કહ્યું હતું કે ઈન્ડિયન આઈડલાના મેકર્સ ખાલી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી રહ્યા છે તેને પ્રતિયોગીની કોઈ ફિકર નથી. આપણે અમિત કુમારના ઇન્ટરવ્યૂને ભૂલવું જોઈએ નહિ. અમિત કુમારે ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે જયારે તે કેમેરાની સામે હોય ત્યારે તેને બધા પ્રતિયોગીની તારીફ કરવાની છે. શું સાચુંમાં ઈન્ડિયન આઈડલના મેકર્સ ખાલી શોને જ આગળ વધારવા માંગે છે? શું ઈન્ડિયન આઇડલના મેકર્સને શોમાં આવતા નવા ગાયકોની કોઈ ફિકર નથી?