દવા પાછળ 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી, આ ઘરેલૂ ઉપાય કરીને જૂના કફથી મેળવો છૂટકારો

આયુર્વેદમાં દરેક બીમારીના અલગ અલગ ઉપાયો આપેલા છે. વર્ષો પહેલા જ્યારે ડૉક્ટર નહોતા ત્યારે વૈધ હતા અને તે જ દરેક બીમારીનો ઇલાજ કરતા હતા.

અત્યારે પણ જો તમે આયુર્વેદિક ઉપચાર અપનાવો છો તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહી રહે. બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને શરદી ખાંસી કે કફની સમસ્યા થઇ જ જતી હોય છે અને જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આવી પરિસ્થિતિમાં લોકો ડૉક્ટર પાસે દોડી જાય છે પરંતુ તેવું કરવાની જરૂર જ નથી. તમે સૌથી પહેલા તો આ ઘરેલૂ ઉપચાર અપનાવો જેનાથી તમને રાહત મળશે અને ગમે તેટલો જૂનો કફ હશે તેનાથી છૂટકારો મળી જશે.

એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાઉડર, વાટેલાં કાળાં મરીનો પાઉડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધું રહે ત્યાં સુધી ઉકાળો અને થોડુ ઠંડું થતાં પી લો. આ પીવાથી તાવ, શરદીમાં રાહત મળે છે.

બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધું રહી જાય તો તેમાં એક નાનકડી ચમચી હળદર અને મીઠું મિક્સ કરો. દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે

એક કપ પાણીમાં થોડો કાળા મરી પાઉડર, છીણેલું આદું, ચપટી હળદર અને મધ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો. દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગળામાં થતાં ઈન્ફેક્શનમાં રાહત મળે છે

1 ચમચી જેઠીમધનો પાઉડર, 1/2 ચમચી તજનો પાઉડર, 2-4 લવિંગને ડોઢ કપ પાણીમાં ઉકાળી લો. પછી ગાળીને નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ગળાની સમસ્યા અને કફનો પ્રોબ્લેમ દૂર થશે.