મોટીવેટ કરશે આ છોકરીની કહાણી, નાની હાઇટના કારણે લોકો મારતા હતા ટોન્ટ, હવે બની ગઇ સફળ વકીલ

વિશ્વમાં કોઇ વ્યક્તિ એવી નહી હોય જેના કોઇ સપના નહી હોય. માણસ પોતાના સપના પૂરા કરવા માટે ખુબ સંઘર્ષ કરતો હોય છે. આજે અમે તમને એવી વ્યક્તિની કહાણી કહેવા જઇ રહ્યાં છીએ જેણે સમાજને ઇગ્નોર કરીને પોતાના સપના પૂર્ણ કર્યા છે.

તમે કેવા દેખાઓ છો, તમારુ ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે અને તમારી આસપાસ કેવા લોકો છે તેનાથી વધારે મહત્વનું છે કે તમારું લક્ષ્ય શું છે.હરિયાણાની એક છોકરી કે જેની હાઇટ ખૂબ નાની છે અને તેનુ સપનુ વકીલ બનવાનુ હતું. લોકોએ તેની નાની હાઇટ અને તેના સપનાની ખુબ મજાક ઉડાવી પરંતુ તેણે ક્યારેય એ વાતને મનમાં ન લીધી અને પોતાના લક્ષ્ય પર ટકી રહી અને વકીલ બનીને જ રહી.

તે છોકરીનું નામ હરવિંદર કૌર છે જે જલંધરની છે અને તેણે પોતાની ધગશથી પોતાના દરેક સપના સાકાર કર્યા છે.

હરિયાણાની રામામંડીમાં રહેતી 24 વર્ષની હરવિંદરની હાઇટ મા6 3 ફૂટ 11 ઇંચ છે અને તે જ્યારે ખુબ નાની હતી ત્યારે તેણે એર હોસ્ટેસ બનવાનુ સપનુ જોયુ હતુ પરંતુ તેની હાઇ નાની હોવાના કારણે તેનુ આ સપનુ અધુરુ રહી ગયુ હતુ. હરવિંદરનો ગ્રોથ નાનપણથી જ ઓછો હતો. તેણે ઘણી થેરાપી ટ્રાય કરી હતી પરંતુ કોઇ પણ થેરાપીની અસર થઇ હતી નહી અને તેની હાઇટ વધવાની બંધ થઇ ગઇ હતી.

લોકો ઉડાવતા હતા મજાક


હરવિંદરની હાઇટ નાની હોવાના કારણે તેની લોકો મજાક ઉડાવતા હતા અને તેને ટોન્ટ મારતા હતા કે જીવનમાં તે કંઇ જ નહી કરી શકે પરંતુ તેણે વિચારી લીધુ હતુ કે તે જીવનમાં કંઇક એવુ કરીને જ રહેશે જેનાથી લોકોના મોઢા બંધ કરાવી શકે.

મરવાનો પણ વિચાર આવ્યો હતો

હરવિંદરે કહ્યું કે લોકો તેની ખુબ મજાક ઉડાવતા હતા જેના કારણે તે ડિપ્રેસ થઇ ગઇ હતી અને તેને આત્મહત્યા કરી લેવાના વિચાર આવતા હતા. જીવન તેના માટે બોજ બની ગયુ હતુ અને તેણે એક કોલેજમાં એડમિશન લીધુ જે બાદ તેના જીવનમાં પોઝીટીવીટી આવી અને પરિવર્તન આવ્યુ હતુ.


સોશ્યલ મિડીયાથી મળ્યુ મોટીવેશન

હરવિંદર જ્યારે 12મા ધોરણમાં હતી ત્યારે તે સોશ્યલ મિડીયા પર મોટીવેશનલ વિડીયો જોતી હતી અને તેમાંથી તેને મોટીવેશન મળતું હતુ. તે બાદમાં વકીલાત પૂરી કરવામાં મહેનત કરવા લાગી અને હાલ તે સફળ વકીલ છે.

હરવિંદરને ઘણા લોકો નાની બાળકી પણ સમજી લેતા હોય છે પરંતુ તે 24 વર્ષની છે અને પોતાની મહેનતથી સફળ વકીલ બની છે. આજે હરવિંદરે બધા લોકોના ટોન્ટના જવાબ પોતાની સફળતાથી આપી દીધા છે.