રકુલ પ્રીત સિંહે પ્લાસ્ટિક સર્જરીથી બગાડી શકલ સૂરત, લોકોએ કહ્યું સારી તો દેખાતી હતી પહેલા..

રકુલ પ્રીત સિંહ ભારતીય અભિનેત્રી અને એક મોડલ છે કે જે હિન્દી ભાષામાં જ નહીં, તેલુગુ, તમિલ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મો કરે છે. રકુલ પ્રીત સિંહનું બોલીવુડનું કરિયર હજી કેટલીક ફિલ્મોથી શરુ જ થયું છે. અભિનેત્રીનું સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. રકુલ પ્રીત સિંહ એ બોલીવુડમાં અજય દેવગન અને તબ્બૂ સ્ટારર ‘દે દે પ્યાર દે’ થી પોતાની ધાક જમાવવામાં સફળ રહી. એમ જોઈએ તો રકુલએ પોતાના ઉત્તમ અભિનયની સાથે સાથે પોતાની ખૂબસૂરતીથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. એમાં સોશ્યલ મીડિયા પર એ ચર્ચામાં છે.વાત એવી છે રકુલ પ્રીત સિંહે ખુદને વધારે આકર્ષક અને ખૂબસૂરત દેખાડવા માટે પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી છે. પરંતુ એમના ચાહનારાઓને એમનો નવો લુક જરાય ના ગમ્યો, જેના લીધે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ રકુલ પ્રીત સિંહના ફોટા પર ભદ્દી ભદ્દી કમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા રકુલે પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરાને વધારે બગાડી લીધો છે.તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત સિંહે પોતાના કરિયરની શરુઆત મોડલ તરીકે કરી હતી. એમણે ઘણી તમિલ, તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. રકુલ પ્રીત સિંહે હિન્દી સિનેમામાં પ્રવેશ દિવ્યા કુમારની ફિલ્મ ‘યારિયા’ થી કરી. એ આ ફિલ્મમાં હિમાંશ કોહલીની સામે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ સાબિત થઇ હતી. રકુલ પ્રીત સિંહ પોતાના નાનકડા કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે, અને સોશ્યલ મીડિયા પર પણ ખૂબજ ચર્ચામાં રહે છે.તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને એ અવારનવાર પોતાના સુંદર ફોટા ફેંસ સાથે શેર કરતી રહે છે. હાલમાંજ અભિનેત્રીએ પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં એમનો લુક પહેલાની સરખામણીમાં ઘણો બદલાયેલો દેખાઈ રહ્યો છે. આ ફોટામાં અભિનેત્રીને ઓળખી શકવી ફેંસ માટે ઘણું મુશ્કેલ થઇ રહ્યું છે. અભિનેત્રીએ જે ફોટો શેર કર્યો છે, એમાં એના નેન નક્શ પહેલા કરતા એકદમ બદલાયેલા દેખાઈ રહ્યા છે.રકુલ પ્રીત સિંહ દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે એમાં એમના ચહેરામાં કઈક વધારે જ પાતળું નાક અને પીચકાયેલા ગાલને જોઇને લોકોને શંકા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે એમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી છે. જોકે, ફોટા પર અત્યાર સુધી ૪ લાખથી વધારે લાઈક્સ આવી ચુકી છે. આ ફોટો શેર કરતા રકુલ પ્રીત સિંહે લખ્યું કે ‘ઓન ડીમાંડ પોસ્ટ’. એ સાથે જ એમણે લાફીંગ વાળી ઈમોટીકોન પણ પોસ્ટ કરી છે પણ આ સુંદર ફોટો જોયા લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.રકુલ પ્રીત સિંહના ફોટા પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે ‘યે હે કોન?’. તો બીજા યુઝરે લખ્યું છે કે આ શું આણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, યાર આ બોલીવુડવાળાને શું થઇ ગયું છે? સારા એવા ચહેરાની વાટ લગાવી દીધી. આ રીતે લોકો ફોટો જોયા પછી આવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહનું અત્યાર સુધી કોઈ પણ કારણોમાં નામ વિવાદોમાં નથી આવ્યું, પણ ઈડીએ એલએસડી અને એમડીએમએ જેવા મોંઘા નશીલા પદાર્થો આપૂર્તિ કરવાના સનસનીખેજના સંબંધે તેલુગુ ફિલ્મ ઉદ્યોગને ૧૦ હસ્તિઓને સમન મોકલ્યા હતા,જેમાં રકુલ પ્રીત સિંહનું નામ પણ શામેલ હતું.